Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

પ્રિયંકા ગાંધીએ ૫૦ નેતાઓને કર્યા ફોનઃ તમારી ટિકીટ કન્ફોર્મ છેઃ ચૂંટણીની કરો તૈયારી

યુપી વિધાનસભા ૨૦૨૨: કોંગ્રેસ સજ્જ

લખનૌ, તા.૨૧: ઉત્ત્તર પ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય તખ્તો ગોઠવવાનો શરૂ થઈ ગયો છે. ત્રણ દશકા પછી સૂબામાં સત્તાથી વંચિત કોંગ્રેસ રાજકીય વનવાસ ખત્મ કરકવા માટે કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીએ મોરચો સંભાળી લીધો છે.બીજી તરફ પ્રિયંકા ગાંધીએ અંદાજીત ૫૦ નેતાઓને ખુદ ફોન કરીને ચૂંટણી લડવા માટે લીલી ઝંડી આપી દીધી છે. એટલું જ નહી ઓગસ્ટ સુધી તો કોંગ્રેસ પ્રદેશની ૨૦૦થી વધુ બેઠકો પર ઉમેદવારોની લિસ્ટ ફાઈનલ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. જેના અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુએ ઝોન વાઈસ બેઠક યોજીને ઉમેદવારોની પંસદગીની પ્રકિયા શરૂ કરી દીધી છે.

કોંગ્રેસ મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધીએ આ જૂનના પહેલા અઠવાડીયામાં યૂપીના અંદાજીત ૫૦ નેતાઓને ફોન કરીને વર્ષ ૨૦૨૨ના ચૂંટણી લડવા માટેનું ગ્રીન સિગ્નલ મળી ગયું છે. પ્રિયંકાએ આ તમામ નેતાઓને પ્રિયંકાએ જણાવ્યું કે સંપૂર્ણ ફોકસ પોતાના ક્ષેત્ર પર રાખે, અને લોકોની વધુમાં વધુ મદદ કરો આ સિવાય કોઈના પણ સુખ દુખમાં શામિલ થાય અને તેમને સરકારની ખરાબ નીતિયો વીશે જણાવો.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રિયંકા ગાંધીએ યૂપીમાં જે કોંગ્રેસના નેતાઓને કોલ કરીને ચૂંટણી લડવા માટે જણાવ્યું છે તેમના નામ શામલીથી પંકજ માલિક, પરકાજીથી દીપક કુમાર, બેહટથઈ નરેશ સૈની, સહારનપુરથી મસૂદ અખ્તર, વિલાસપુરથી સંજય કપૂર, ચમરાઓથી યુસુફ અલી તુર્ક, અલ્હાબાદથી અનુગ્રહ નારાયણ, પિંડારાથી અજય રાય, મડિહાનથઈ લલિતેશ ત્રિપાઠી, જૈદપપરથી તનુલ પૂનિયા, તમુકુહીરાજથી અજયકુમાર લલ્લુ, રામપુર ખાસથી આરાધના મિશ્રા મોના, જૌનપુરથી નાદીમ જાવેદ, મથુરાથી પ્રદિપ માથુર, કોલથી વિવેક બંસલ, કાનપુર કેન્ટથી સુહેલ અંસારી અને ફરેંદાથી વિરેન્દ્ર ચૌધરી સહિતના દિગ્ગજ નેતાઓ સામેલ છે.

તમને જણાવી દઈએ કોંગ્રેસ યુપીની તમામ ૪૦૩ બેઠકો પર ઉમેદવાર નક્કી કરવામાં કામે લાગી ગઈ છે, જેમાંથી ૫૦ નેતાઓને કોલ કરીને ચૂંટણી લડવા માટે જણાવી દીધું છે. આ એ બેઠકો છે જયાં કોંગ્રેસની પકડ સારી છે.બીજી તરફ ૨૦૧૭ની ચૂંટણીમાં ૫૦ હજારથી વધુ વોટ પ્રાપ્ત કરવામાં કોંગ્રેસ સફળ રહી હતી. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુ પૂર્વાંચલના બન્ને ઝોન અને અવધ ક્ષેત્રમાં બેઠક કરી ચૂકયા છે. આ બેઠક દરમ્યાન પ્રદેશ અધ્યક્ષ અને જોન અધ્યક્ષ તમામ જિલ્લાની રિપોર્ટ તૈયાર કરવાની સાથે સાથે સંભિવત ઉમેદવારોની ડિટેલ પણ બનાવી રહ્યા છે. જેને પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ આધાર પર કોંગ્રેસ મહાસચીવ નક્કી કરશે કે કયો ઉમેદવાર કયાંથી ચૂંટણી લડશે.

તેવું માનવામાં આવી રહ્યું છે કે ઓગસ્ટ સુધી કોંગ્રેસ ચૂંટણી અંતર્ગત ૨૦૦થી વધુ ઉમેદવારોની લિસ્ટ ફાઈનલ કરી લેશે, અને તેમને ચૂંટણી લડવાના સંકેતો પણ આપી દેશે. કોંગ્રેસમાં મજબૂત અપક્ષ અને વિપક્ષી દળો સાથે તૈયારી કરવાવાળા તમામ નેતાઓની લિસ્ટ પણ તૈયાર કરી રહી છે.

યુપી પ્રદેશ કોંગ્રેસ કમીટીના ઉપાધ્યક્ષ વીરેન્દ્ર ચૌધરીનું કહેવું છે કે કોંગ્રેસ ૨૦૨૨ની તૈયારીમાં લાગી ગઈ છે, અમારી નેતા પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં અમે તમામ વિધાનસભામાં અમારા ઉમેદવારોને મજબૂતીથી ઉતારીશું કોરોના કાળમાં કોંગ્રેસ દેશને જેમદદ કરી રહ્યું છે, જે સરકાર પણ નથી કરી શકયું. તેમણે વધુમાં જણાવ્યું કે અમે તમામ એક એક સીટ પર બેથી ચાર સંભવિત નામો શોધી રહ્યા છે. જે મજબૂતી સાથે ચૂંટણી લડી શકે.

(4:39 pm IST)