Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

વિશ્વમાં ધંધાદારી વસૂલીનો ધંધો બન્યો છે રેન્સમવેર

મોટા મોટા દેશો પણ છે ચિંતિત

વોશિંગ્ટન,તા. ૨૧ : રેન્સમવેર આખી દુનિયા માટે ગંભીર ચિંતા ઉપજાવનારો જબરદસ્તીથી વસૂલી કરવાનો ઉદ્યોગ બનતો જાય છે. હાલમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને પણ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે શિખર સંમેલનમાં સાઇબર અપરાધીઓના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો હતો. પુતિને આના પર સૈધ્ધાંતિક સહમતિ તો આપી પણ તેમણે દ્વિતરફી પ્રત્યાર્પણ સંધિ પર ભાર મૂકયો હતો.

રેન્સમવેર કેટલાય દેશો સુધી ફેલાયેલ અપરાધ છે. જેમાં કોઇ મુખ્ય અપરાધી નથી હોતો. સાથે જ તેમાં અલગ અલગ પોલીસ એજન્સીઓ સામેલ છે. રેન્સમવેર હુમલામાં સાઇબર અપરાધીઓના વિભીન્ન નેટવર્કો સામેલ હોય છે. જે એક બીજાથી અજાણ્યા હોય છે. તેના લીધે ગીરફતારીનું જોખમ ઓછું રહે છે. આ વર્ષે મે માં જ લગભગ ૧૨૮ રેન્સમવેર હુમલાઓ થયા. એટલે એ જોવુ રસપ્રદ થશે કે અમેરિકા અને જી-૭ દેશો આ અપરાધ પર કેવી રીતે લગામ મુકશે.

(3:17 pm IST)