Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

સેન્સેક્સમાં ૨૩૦ પોઈન્ટ અપ, નિફ્ટી ૧૫૭૦૦ પાર

અદાણી ગ્રુપની કંપનીના શેરોમાં આગઝરતી તેજી : એનટીપીસીના શેરમાં સૌથી વધુ ૩.૮૭ ટકાનો ઉછાળો નોંધાયો, ટાઇટન, એસબીઆઈના શેરમાં નોંધપાત્ર ફાયદો

મુંબઈ, તા.૨૧ : સ્થાનિક શેરબજારો સોમવારે લાભ સાથે બંધ થયા છે. બીએસઈનો ૩૦ શેરોનો ઈન્ડેક્સ ૨૩૦ પોઈન્ટ અથવા .૪૪ ટકાના વધારા સાથે ૫૨,૫૭૪.૪૬ પોઇન્ટ પર બંધ રહ્યો છે. રીતે એનએસઈ નિફ્ટી પણ ૬૩.૧૫ પોઈન્ટ અથવા .૪૦ ટકાના વધારા સાથે ૧૫,૭૪૬.૫૦ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. નિફ્ટી પર અદાણી પોર્ટ્સ, એનટીપીસી, ટાઇટન, એસબીઆઇ અને બજાજ ફિનસર્વ સૌથી વધુ લાભ સાથે બંધ થયા છે. તે સમયે, યુપીએલ, વિપ્રો, ટાટા મોટર્સ, મારુતિ અને ટેક મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.

એનએસઈ નિફ્ટી પર ઓટો અને આઇટી સૂચકાંકો નીચા સ્તરે બંધ થયા છે. બીજી તરફ, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાભ સાથે બંધ થયા છે. નિફ્ટી પીએસયુ બેંક . ટકા અને નિફ્ટી રિયાલિટી .૩૩ ટકાના ઉછાળા સાથે બંધ થયા છે.

સેન્સેક્સ પર એનટીપીસીના શેરમાં સૌથી વધુ .૮૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો. સિવાય ટાઇટન, એસબીઆઈ, ઈન્ડસઇન્ડ બેંક, ટાટા સ્ટીલના શેર નોંધપાત્ર ફાયદા સાથે બંધ થયા છે.

સિવાય એચડીએફસી, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચયુએલ, કોટક મહિન્દ્રા બેંક, પાવરગ્રિડ, એશિયન પેઇન્ટ્સ, એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચસીએલ ટેક, સન ફાર્મા, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, ડો રેડ્ડીઝ, બજાજ ઓટો, આઈસીઆઈસીઆઈ બેંક અને આઈટીસી શેરો લીલા નિશાને બંધ થયા છે. અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસના શેરો પાંચ ટકાના ઉછાળા સાથે બંધ થયા છે. રીતે અદાણી એન્ટરપ્રાઇઝના શેર .૫૩ ટકા, અદાણી પોર્ટ્સ .૨૯ ટકા અને અદાણી પાવરના શેર .૯૬ ટકા સાથે બંધ થયા છે.

ટેક મહિન્દ્રાના શેરો .૮૨ ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. તે રીતે મારુતિ, ટીસીએસ, એલએન્ડટી, એમ એન્ડ એમ, ઇન્ફોસીસ, નેસ્લે ઈન્ડિયા અને આઇટીસીના શેર લાલ નિશાન પર બંધ થયા છે.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીસના હેડ (રિસર્ચ) વિનોદ નાયરે જણાવ્યું હતું કે, યુએસ ફેડ રિઝર્વની નાણાકીય નીતિની અસરને કારણે ઘરેલું શેરબજારો નબળા વલણ સાથે ખુલ્યા છે. પરંતુ, વડા પ્રધાનની તમામ નાગરિકોને મફત રસીકરણની જાહેરાતથી આર્થિક સ્થિતિ પાટા પર ચઢવાની અપેક્ષા રાખવામાં આવી હોવાથી, શેર બજારો નીચલા સ્તરની બહાર આવ્યા અને લીલા નિશાન સાથે બંધ થયા. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકને ખાનગીકરણની ક્વાયતના અહેવાલ પછી પીએસયુ બેંકોએ  સેકટોરલ ઈન્ડેક્સમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.

(7:26 pm IST)