Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ડો. સામ પિત્રોડાના 'રિડિઝાઇન ધ વર્લ્ડ' પુસ્તકનું વિમોચન

રાજકોટ : સ્વ. ઇન્દિરા ગાંધી, સ્વ. રાજીવ ગાંધી અને મનમોહન સિંઘ જેવા વડાપ્રધાનો સાથે ટેલિકોમ ઉપરાંત ઇનોવેશન, નોલેજ કમિશન અને ડીજીટલ ઇન્ડસ્ટ્રીની પોલીસી મેકીંગમાં સલાહકાર તરીકે સેવા આપનાર વિખ્યાત ટેકનોક્રેટ ડો. સામ પિત્રોડાએ અમેરિકાના શિકાગોમાં કોવિડકાળમાં ૧૪ મહિનાના આઇસોલેશન દરમિયાન એક અદ્ભુત પુસ્તક 'રિડિઝાઇન ધ વર્લ્ડ' ની વૈચારિક ભેટ વિશ્વને આપી છે.

આ પુસ્તકરૂપી ભેટ આવનારા દિવસોમાં વૈશ્વિક સંવાદ અને ચિંતન માટેનું વિચારબીજ સાબિત થશે.

પુસ્તકનું તાજેતરમાં જ અમદાવાદથી વર્ચ્યુઅલી વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તક વિમોચન નિમિતે સામ પિત્રોડાએ પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું. આ અવસરે ઇન્ડીયન એમએનસીએસના સ્ટ્રેટજિક એડવાઇઝર શ્રી સુનિલ પારેખ, નવગુજરાત સમયના ગ્રુપ એડિટર શ્રી અજય ઉમટ અને ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ-વેસ્ટ ઝોનના પ્રેસીડેન્ટ શ્રી પંકજ બોહરાએ પુસ્તકના વિષયવસ્તુ અંગે રસપ્રદ વકતવ્ય આપ્યું હતું. વિમોચનમાં ગાંધીવાદી ઇલાબેન ભટ્ટ સહિતથ દેશ-વિદેશથી પ્રબુધ્ધ લોકો જોડાયા હતાં.

(3:13 pm IST)