Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ગયા વર્ષે મોઢાના કેન્સરની સારવારમાં ર૩૮૬ કરોડ વપરાયા

વહેલું નિદાન થયું હોત તો રપ૦ કરોડ રૂપિયા બચી શકત : આગામી દસ વર્ષમાં ર૩૭ર૪ કરોડના ખર્ચનો અંદાજ

મુંબઇ તા. ર૧: દેશમાં મોઢાનું કેન્સર સમયની સાથે સાથે આર્થિક બોજનું કારણ બનતું જાય છે. ટાટા મેમોરીયલ સેન્ટર દ્વારા કરવામાં આવેલ એક રિસર્ચથી ખબર પડી છે કે દેશમાં મોઢાના કેન્સરના ઇલાજ માટે વર્ષ ર૦ર૦માં કુલ ર૩૮૬ કરોડ રૂપિયાની રકમ ખર્ચાઇ છે.

ટાટા મેમોરિયલ સેન્ટરના ડાયરેકટર ડોકટર આર. એ. બડવેએ જણાવ્યું કે ગ્લોબોકેનના આંકડાઓ અનુસાર, છેલ્લા બે દાયકાઓમાં નવા કેસોના નિદાન દરમાં ૬૮ ટકાનો વધારો નોંધાયો છે. મોઢાના કેન્સરના ૬૦ થી ૮૦ ટકા કેસ તકલીફ વધી ગયા પછી ડોકટરો પાસે પહોંચે છે. વર્ષ ર૦ર૦માં લગભગ ર૩૮૬ કરોડ રૂપિયા ખર્ચ થયો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ આરોગ્ય બજેટનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. રિપોર્ટ અનુસાર, આગામી દસ વર્ષમાં દેશ પર ર૩,૭ર૪ કરોડ રૂપિયાનો બોજ મોઢાના કેન્સરના કારણે પડશે.

ડોકટર બડવે અનુસાર, મોટા ભાગના દર્દીઓને આ રોગની જાણ ત્યારે થાય છે જયારે સ્થિતિ ખરાબ થઇ ચૂકી હોય છે. તો કેટલાક દર્દીઓને સમયસર સારવાર પણ ભાગ્યમાં નથી હોતી. મોઢાના કેન્સરની ઓળખ સમયસર થઇ જાય અને ગંભીર શ્રેણીના રોગમાં ફકત ર૦ ટકાનો ઘટાડો થાય તો દેશના રપ૦ કરોડ રૂપિયા બચી શકે છે.

(12:27 pm IST)