Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

૭૮% બાળરોગ નિષ્ણાંતની અછત : ૨૪૦૦ ICU બેડની પડશે જરૂર

કોરોનાની ત્રીજી લહેર પહેલા સરકારે બાળકો અંગેની ગાઇડલાઇન કરી જાહેરઙ્ગ

નવી દિલ્હી તા. ૨૧ : કોરોનાની ત્રીજી લહેર પહેલા સરકારે બાળકો અંગે ગાઈડલાઈન જાહેર કરી છે. તેમાં અંદાજ લગાવામાં આવ્યો છે કે જો ત્રીજી લહેરમાં રોજના એક દર્દી નોંધાય છે. તેમાંઙ્ગબાળકોની સંખ્યા અંદાજે ૧૨ હજાર હશે. તેથી રાજયોને હોસ્પિટલમાં બેડ વધારવાની જરૂરિયાત રહેશે અને ઓકિસજનની યોગ્ય માત્રામાં વ્યવસ્થા આવીઙ્ગતેના પર રાજયોએ કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. અંદાજે છે કે ૨૪૦૦ આઇસીયુ બેડની જરૂરિયાત પડશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અંદાજ મુજબ, દેશમાં ૭૮ ટકા બાળરોગ વિશેષજ્ઞોની અછત છે. ગ્રામીણ ક્ષેત્રોમાં આ સ્થિતિ વધુ ગંભીર છે. કારણકેઙ્ગત્યાં અન્ય સ્વાસ્થ્ય કર્મચારીઓનીઙ્ગસંખ્યા પૂરતી નથી. એવામાં સ્વાસ્થ્યઙ્ગવિશેષજ્ઞોનું કહેવું છે કે હોસ્પિટલમાં સુવિધાઓઙ્ગવધારવી પૂરતું નથી. ઓછા સ્ટાફ પડકાર પણ સરકારોએઙ્ગકામ કરવું જોઈએ.ઙ્ગ

ગાઈડલાઈનમાંઙ્ગએનસીડીસીની સમીક્ષાનો હવાલો આપીને કેન્દ્રએ રાજયોને જણાવ્યું કે નવી લહેરમાં જો રોજના ૧૨ હજાર બાળકો સંક્રમિત થયા તો તેમાંથી અંદાજે ૬૦૦ની ભરતી કરવાની જરૂરિયાત પડી શકે છે. તેમાંથી ૩૬૦ બાળકોને સામાન્ય વોર્ડ અને ૨૪૦ બાળકોને આઇસીયુ બેડની જરૂરિયાત પડી શકે છે.ઙ્ગઙ્ગ

ગાઈડલાઈનમાંઙ્ગકેન્દ્રએ કહ્યું છે કે ૩૦૦ અથવા તેનાથી વધુ બેડ ધરાવતી હોસ્પિટલમાં બાળકો માટે અલગથી વોર્ડ હોવો જોઈએ. સંક્રમિત બાળકની સાથે તેના માતા પિતાને પણ પ્રવેશ આપવામાં આવશે. જિલ્લા હોસ્પિટલ પર ૩:૧નાઙ્ગહિસાબથી આઇસીયુ બેડની વ્યવસ્થા કરવી પડશે. મંત્રાલયના રિપોર્ટ મુજબ, ગ્રામીણ ક્ષેત્રોમાં ૭૬.૧ ટકા વિશેષજ્ઞો ડોકટરોની અછત છે. પ્રત્યેક સીએચસીમાં ચાર વિશેષજ્ઞ સર્જન, ચિકિત્સક, પ્રસુતિ અને બાળરોગ વિશેષજ્ઞ હોવા જરૂરી છે. પરંતુ ગ્રામીણ સ્વાસ્થ્ય સાંખ્યકીઙ્ગરિપોર્ટનાઙ્ગજણાવ્યા મુજબ, ૫૧૮૩ સીએચસીમાં ૭૮.૯ સર્જન, ૬૯.૭ પ્રસુતિ અને સ્ત્રી રોગ વિશેષજ્ઞોઙ્ગ૭૮.૨ અને એટલા જ બાળરોગ વિશેષજ્ઞોની અછત છે.

(12:27 pm IST)