Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

કલકત્તા : ૧ હજારમાં વેચાય છે એક કપ ચા

અનેક સ્વાદમાં ઉપલબ્ધ : ૧૨ રૂપિયાથી માંડીને ૧ હજાર સુધી ભાવઙ્ગ

નવી દિલ્હી તા. ૨૧ : વધુ પડતા લોકો માટે ચા તેના માટે ઝીંદગીઙ્ગહોય છે. પરંતુ શું કોઈ એક કપ ચા માટે ૧૦૦૦ રૂપિયા ખર્ચી શકે છે. કોલકાતાના મુકુંદપુરમાંઙ્ગએક એસી ટી સ્ટોલ છે. જયાંઙ્ગસૌથી મોંઘી ચા મળે છે. આ નાની દુકાનમાં ૧૦૦ પ્રકારની ચા પીરસવામાં આવે છે.જો કેટલાક રિપોર્ટનીઙ્ગમાનવામાં આવે તો ત્યાં એક કપ ચા ૧૨ રૂપિયાથી માંડીને ૧૦૦૦ રૂપિયાની કિંમતેઙ્ગમળે છે. સૌથી મોંઘી ચાનું નામ Bo-Lay છે,જેની ૧ કિગ્રા ભૂકીનો ભાવ ૩ લાખ રૂપિયામાં આવે છે.

આ ઉપરાંત આ દુકાનમાં લેવેન્ડર ટી, ઓકેટીઙ્ગટી, વાઈન ટી, તુલસી જીંજર ટી, હિબિસ્કસ ટી, તિસ્તા વેલી ટી, મકરબાઈઙ્ગટી, રૂબીએસ ટી, સિલ્વર નીડલ વ્હાઇટ ટી અને બ્લુ ટિશ્યનઙ્ગટી જેવા અનેક સ્વાદ સામેલ છે.

આ દુકાનનાઙ્ગમાલિક પાર્થ પ્રાતિમ ગાંગુલી છે. શરૂઆતમાં તે નોકરી કરતા હતા અને આ ફિલ્ડમાં આગળ વધારવામાં આવે છે.પરંતુ બાદમાં તેઓએઙ્ગનોકરી મૂકી દીધી. અને ટ્વીસ્ટનીઙ્ગસાથે ચાની દુકાન ખોલવાનો નિર્ણય કર્યો. વર્ષ ૨૦૧૪માં તેઓએઙ્ગનિર્જસઙ્ગનામની નાની ટી સ્ટોલ ખોલી જે હવે ખુબજઙ્ગપોપ્યુલર થઇ ચુકી છે.

(12:26 pm IST)