Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

દિલ્‍હી મેટ્રોમાં વાંદરાએ મુસાફરો પાસે બેસી મુસાફરી કરી, વીડિયો વાઇરલ

વાંદરાએ કોઇને હાની ન પહોંચાડી

નવી દિલ્‍હી, તા. ૨૧ : દિલ્‍હીમાં મેટ્રો ટ્રેન ફરી શરૂ થઇ ગઇ છે. એવામાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક વાંદરો આ મેટ્રો ટ્રેનમાં ફરી રહ્યો છે અને બાદમાં ખાલી પડેલી સીટ પર બેસતો જોવા મળી રહ્યો છે.

દિલ્‍હીના યમુના બેંક સ્‍ટેશનથી આઇપી સ્‍ટેશન તરફ જઇ રહેલી એક મેટ્રો ટ્રેનમાં આ વાંદરો ફરતો જોવા મળ્‍યો હતો. હેંડરેલ બારથી એક કોચમાંથી બીજા કોચમાં વાંદરો ગયો અને એક સીટ ખાલી જોઇને તેમાં બેસી ગયો હતો. માનવીઓ મુસાફરી કરતા હોય તેવી જ રીતે આ વાંદરાએ પણ મુસાફરી કરી હતી. જેને પગલે લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોમાં વાંદરાને કારણે થોડા ડરનો પણ માહોલ હતો. જોકે સ્‍થાનિક ડીએમઆરના અધિકારીઓએ કહ્યું હતું કે વાંદરાને કોઇએ કે વાંદરાએ કોઇને નુકસાન નથી પહોંચાડયું અને અધવચ્‍ચે વાંદરો ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. આમ નાગરિકોની પાસે બેસીને જ આ વાંદરાએ પણ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી.

(12:13 pm IST)