Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

રમત - રમત બાળકોને કરાવી શકો છો આ પાંચ યૌગિક ક્રિયાઓ

કોરોના કાળમાં વધુ ઉંમરના લોકો સાથે બાળકોની માનસિક હાલત ઉપર પણ ખરાબ અસર પડી છે. આયુષ્ય મંત્રાલયે હમણાં જ કહ્યું કે, પાંચ વર્ષથી મોટા બાળકોને પણ યોગ - પ્રાણાયામ - ધ્યાન ચોક્કસપણે કરાવવો જોઇએ. જાણકારોનું માનીએ તો બાળકો સ્વભાવથી ચંચળ હોય છે. એટલે તેમની પાસે નિયમાનુસાર ધ્યાન - પ્રાણાયામ કરાવી ન શકાય પરંતુ કેટલીક ક્રિયાઓ જેને રમત - ગમતમાં તેમની પાસે કરાવી સ્વસ્થ રાખી શકાય છે. તેમની ઇમ્યુનિટી પણ વધારી શકાય છે.

૧. શ્વાસ - પ્રશ્વાસ ક્રિયા

બાળકોને આસાનની ક્રિયાઓથી શરૂઆત કરાવો. સુખાસન બેસાડી લાંબી અને ઊંડા શ્વાસ લેવા અને છોડવા સમજાવો. ધ્યાન રાખો કે શ્વાસ નાકથી જ લે અને નાકથી જ છોડે. આમ કરવાથી બાળકો એકદમ તાજા-માજા થઇ જશે. આળસ - સુસ્તિ - થાક દૂર થઇ જાશે.

૨. ગરદનની ક્રિયા

ડોક સ્વસ્થ રહેવાથી બાળકો લાંબા સમય સુધી બેસી શકે છે. આ ક્રિયાથી ડોકની માંસપેશિયા મજબૂત બને છે. થાઇરોડ ગ્રંથી બરોબર રહે છે. આ ક્રિયામાં ડોકને આગળ, પાછળ, ઉપર - નીચે, ડાબી - જમણી અને ગોળ - ગોળ ધીમે ધીમે ફેરવવામાં આવે છે.

 

૩. પૂર્ણ ઉર્જા શકિત ક્રિયા

આ ક્રિયામાં ઉભા થઇ મુઠ્ઠીઓ બંધ કરી હાથોને આગળ - પાછળ શ્વાસ રોકી ૨૦-૨૫ વાર શ્વાસ રોકી - શ્વાસ છોડી ગોળ-ગોળ ફેરવવો. પહેલા ઘડીયાળના કાંટા મુજબ અને પછી તેનાથી વિરૂધ્ધ છાતી, ખંભા અને પીઠના સ્નાયુ મજબુત બનશે.

૪. પગના સ્નાયુ માટે

આ ક્રિયામાં ઉભા રહીને બંને પગો થોડા દૂર રાખી આગળ તરફ હાથ કરે અને બન્ને મુઠ્ઠીઓ બંધ રાખો. આ ક્રિયામાં શ્વાસ લેતા - લેતા બેસો અને શ્વાસ છોડતા - છોડતા ઉભા રહીને જ હાથોને ઉપર તરફ કરતા શ્વાસ છોડી દો. ઝડપથી ૧૦ - ૧૦ વાર કરાવો. બાળકોમાં થાક પગને લગતી તકલીફોમાંથી આરામ મળશે.

૫. આંખો માટે

બાળકોમાં આંખો સાથે જોડાયેલી તકલીફો વધુ હોય છે. આ માટે બન્ને આંખોને ખોલી કપાળની વચ્ચે જોતા રહેવા શિખવો. આ દરમિયાન આંખો ન ઝબકાવે. આંખોમાં પાણી આવે ત્યાં સુધી કરાવો. સાથોસાથ આંખને ઉપર - નીચે, ડાબી - જમણી ફેરવતા રહેવા શિખવો.

(11:18 am IST)