Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

૧ કપ ચાના રૂ.૫૧૦૦ : કોફીનાં રૂ. ૭૩૦૦ : ૧ કિલો કેળાના રૂ. ૩,૩૩૬ : આ છે ઉત્તર કોરીયાની સ્થિતી

કોરોના વાયરસ વચ્ચે ઉત્તર કોરીયા ભુખમરાના આરે : માત્ર ૨ માસનું જ ભોજન બચ્યું : ટેન્શનમાં કિમ જોગ ઉન

પ્યોંગયાંગ,તા. ૨૧: કોરોના વાયરસની આ મહામારીમાં ઉત્ત્।ર કોરિયા ભૂખમરા તરફ આગળ વધી રહ્યું છે! મળતી માહિતી મુજબ, ઉત્ત્।ર કોરિયામાં હવે માત્ર ૨ મહિનાનું જમવાનું બચ્યું છે. ત્યાંના તાનાશાહ કિમ જોંગ ઉને ચેતવણી આપી છે કે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ઉત્ત્।ર કોરિયામાં ફૂડની અછતના કારણે ત્યાં એક ચા ૫૧૦૦ રૂપિયામાં વેચાઈ રહી છે. જયારે ત્યાં એક કોફીની કિંમત ૭૩૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એક કિલો કેળા ૩,૩૩૬ રૂપિયે વેચાઈ રહ્યા છે.

કોરોના વાયરસની આ મહામારીના કારણે ઉત્ત્।ર કોરિયામાં આવી સ્થિતિ સર્જાઈ છે. કોરોનાની મહામારીથી બચવા માટે ઉત્ત્।ર કોરિયાએ ચીન સાથે જોડાતી પોતાની તમામ સરહદ બંધ કરી દીધી હતી. જેના કારણે જરૂરિયાતના સામાનની અછત સર્જાઈ છે. જયારે આ વર્ષે ઉત્ત્।ર કોરિયામાં દરિયાઈ તોફાનના કારણે પાકને દ્યણું નુકસાન થયું છે. જેના કારણે ઉત્ત્।ર કોરિયાનું કૃષિ ઉત્પાદન ઠપ થઈ ગયું છે. હવે ઉત્ત્।ર કોરિયામાં માત્ર ૨ મહિનાનું જમવાનું બચ્યું છે.

હવે ઉત્ત્।ર કોરિયામાં ફૂડ પ્રોડકટ્સની કિંમતમાં ભારે વધારો થઈ ગયો છે. ત્યાંના લોકોને એવો પણ ડર સતાવી રહ્યો છે કે કયાંક સ્થિતિ વર્ષ ૧૯૯૦ના દાયકાના ભૂખમરા જેવી થઈ જાય નહીં. ત્યારે ભૂખમરામાં ઉત્ત્।ર કોરિયામાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. ઉત્ત્।ર કોરિયામાં આજકાલ ખાંડ, તેલ અને લોટની અછત સર્જાઈ છે. આ સિવાય ભાત અને ગેસનો સપ્લાય પણ અવ્યવસ્થિત થઈ ગયો છે.

આ દરમિયાન ઉત્ત્।ર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનએ માન્યું કે સરકાર પોતાના નાગરિકોનું પેટ ભરી શકતી નથી. જયારે સંયુકત રાષ્ટ્રની એજન્સી જ્ખ્બ્એ કહ્યું કે ઉત્ત્।ર કોરિયામાં માત્ર ૨ મહિનાનું કરિયાણું બચ્યું છે. કિમ જોંગ ઉને સંકટ વિશે સંપૂર્ણ માહિતી આપી નથી પણ માત્ર એટલું કહ્યું કે જનતા ભૂખમરા જેવી સ્થિતિ માટે તૈયાર રહે. કિમ જોંગ ઉને પાર્ટી વર્કર્સને કહ્યું કે તેઓ જનતાને આ સંકટમાંથી બચાવવાનું કાર્ય કરે.

(10:17 am IST)