Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

કોરોનાની બીજી લહેર ધીમી પડી છે

કોરોનાથી થનારા મોતમાં નોંધાયો ઘટાડોઃ ગત અઠવાડિયે ૪૫ ટકા ઓછા થયા મોત

મોતની સંખ્યા પણ ૧૪ હજારની નીચે પહોંચી ગઇ : ૧૪ થી ૨૦ જૂન દરમિયાન દેશભરમાં કોરોનાથી ૧૩,૮૮૬ લોકોના જીવ ગયા

નવી દિલ્હી,તા. ૨૧: કોરોનાની બીજી લહેર ધીમી પડી છે. તેનો અંદાજો કોરોનાગ્રસ્તની સંખ્યા અને મોતની સંખ્યાથી લગાવી શકાય છે. ગત એક મહિનામાં મોતની સંખ્યામાં ૪૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.  આ આંકડા ૧૪થી ૨૦ જૂનની વચ્ચે છે.  આ દરમિયાન મોતની સંખ્યા પણ ૧૪ હજારની નીચે પહોંચી ગઈ છે. ગત ૯ અઠવાડિયા દરમિયાન એવું પહેલી વાર જોવા મળ્યું છે કે એક દિવસમાં મોતની સંખ્યા ૨ હજારથી નીચે રહી છે.

ગત અઠવાડિયામાં એટલે કે ૧૪થી ૨૦ જૂન દરમિયાન દેશભરમાં કોરોનાથી ૧૩૮૮૬ લોકોના જીવ ગયા છે. જેનાથી ગત અઠવાડિયાના આંકડા ૨૫૦૮ હતો. દેશભરમાં કોરોનાથી થનારી મોતની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયી રહ્યો છે.  પરંતુ એક અઠવાડિયામાં આટલા મોટા ઘટાડાનું કારણે બેકલોગ ડેટામાં ઘટાડો છે. ઉલ્લેખનીય છે કે આ જૂના ડેટા છે જે રાજય સરકાર હવે કેન્દ્રને મોકલી રહી છે. આ અઠવાડિયામાં મોતના ૫૧૫૧ જૂના ડેટા જોડવામાં આવ્યા છે. જે ગત અઠવાડિયાની મોતની સંખ્યા ૧૧૮૭૫ હતી.

ઉલ્લેખનીય છે કે જૂની સંખ્યાની સૌથી વધારે રિપોર્ટિંગ અત્યાર સુધી મહારાષ્ટ્રમાં થઈ છે.  અહીં મેના પહેલા અઠવાડિયાથી લઈને અત્યાર સુધી ૨૭૬૦૦ મોતની સંખ્યા જોવા મળી છે.  જયારે તેમાં ૨૨, ૮૭૫ જૂના મોત છે. રાજયમાં સંક્રમણના કુલ મામલા વધીને ૫૯, ૭૨, ૭૮૧ થઈ ગયા છે અને મૃતકોની સંખ્યા વધીને ૧, ૧૭, ૯૬૧ થઈ ગઈ. જયાકે ૯૧૦૧ દર્દી સાજા થયા છે. રાજયમાં દર્દીના સાજા થવાનો દર ૯૫.૭૬ ટકા છે. જયારે મૃત્યુદર ૧.૯૭ ટકા છે.

આ દરમિયાન શનિવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરી કહ્યુ કે જો કોઈ વ્યકિતનું કોરોનાથી મોત હોસ્પિટલની બહાર થયું છે તો તેને કોવિડ ડેથ નહીં મનાય.  આ પહેલા સરકારે ફકત હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીના મોતના આંકડાને રજૂ કરી રહી હતી. સરકારે ૧૮૩ પેજનું સોગંદનામુ દાખલ કર્યુ છે. જેમાં કેન્દ્રે કહ્યુ છે કે આ નિયમનું પાલન નહીં કરનારા ડોકટરો પર કાર્યવાહી કરવામાં આવશે.

(10:13 am IST)