Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

હરિયાણામાં લાેકડાઉન વધારીને 28 જૂન સુધી લંબાવાયું

લગ્ન અને અંતિમ સંસ્કારમાં 50 લોકોને છૂટ :જાહેર સ્થળોએ વરઘોડો કાઢવા પર રોક : કોર્પોરેટ કચેરીઓ 100 ટકા શ્રમતા સાથે કામ કરી શકશે : સવારે 9 થી 8 વાગ્યા સુધી દુકાનો ખોલવાની મંજૂરી

નવી દિલ્હી : હરિયાણા સરકારે કોરોના સંક્રમણને કંટ્રોલ કરવા અને તેને હરાવવા માટે લાેકડાઉન વધારીને 28 જૂન સુધી વધારવામાં આવ્યું છે,પરતું આ વખતે પ્રતિબંધ પહેલા જેવા નહીં હોય અને સરકાર દ્વારા કોવિડ -19 ના નિયમમાં છૂટછાટ આપવામાં આવશે. હરિયાણાના મુખ્ય ચીફ સેક્રેટરી વિજ્ય વર્ધનને જારી કરેલા આદેશમાં લગ્ન અને અંતિમ સંસ્કાર માટે લોકોની સંખ્યામાં છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત કોર્પોરેટ ઓફિસમાં 100 ટકા કર્મચારી કામ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે.

લગ્ન અને અંતિમ સંસ્કારમાં 50 લોકો સમાવેશ થઇ શકેશે તે પણ કોરોનાની ગાઇડલાઇનના નિયમોને સારી રીતે પાળવા પડશે ,ઉપરાંત લગ્નમાં જાહેર સ્થળો પર જાન નીકાળવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. લગ્નની જગ્યાના પરિસરમાં મંજૂરી આપવામાં આવી છે. નવી ગાઇડલાઇનમાં કોર્પોરેટ કચેરીઓને મોટી રાહત આપવામાં આવી છે. આ સંસ્થાઓ હવે 100 ટકા ક્ષમતા સાથે કામ કરી શકશે. જોકે, સેનિટાઈઝેશન, માસ્ક, સામાજિક અંતર સહિતના તમામ જરૂરી પ્રોટોકોલોનું કડક પાલન કરવા સૂચના પણ આપવામાં આવી છે.

વેપારીઓને મોટી રાહત આપવામાં આવી છે સવારે 9 થી 8 વાગ્યા સુધી દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.રેસ્ટોરેન્ટ, બાર, હોટલ અને મોલ્સને પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તેમનું સમય સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી રહેશે. જો કે, આમાં પણ 50 ટકાથી વધુ લોકોની હાજરીને મંજૂરી આપવામાં આવશે નહીં.શોપિંગ મોલ્સને સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

(12:00 am IST)