Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

રાજસ્થાનના બીકાનેરમાં નિર્માણાધીન બિલ્ડિંગનો બીજો માળ તૂટી પડ્યો :11 મજૂરો દટાયા : 4 લોકોના મોત: 7 શ્રમિકને બહાર કઢાયા

બિકાનેરના ગંગાશહેરમાં પેટ્રોલ પમ્પ નજીક દુર્ઘટના : રાહત-બચાવકાર્ય ચાલુ

રાજસ્થાનના બિકાનેરના ગંગાશહેરમાં બનેલી એક બિલ્ડિંગ તૂટી પડતા 4 મજૂરોના મોત થયા છે તથા 7 મજૂરોને કાટમાળમાંથી બચાવી લેવાયા છે.

  આ અંગે મળતી વિગત મુજબ ગંગાશહેરમાં પેટ્રોલ પંપ નજીક આ બિલ્ડિંગનો પહેલો માળ બનીને તૈયાર થઈ ગયો હતો. રવિવારે સવારમાં જ્યારે બીજા માળનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કેટલો ભાગ તૂટી પડ્યો હતો અને તેનાકાટમાળમાં 11 મજૂરો દટાયા હતા જેમાંથી 4 મજૂરોની લાશ બહાર કાઢવામાં આવી જ્યારે 7 મજૂરોને જીવતા બહાર કાઢવામાં આવ્યાં છે.

(12:00 am IST)