Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

સાવધાન :હવે નો પાર્કિંગમાં ગાડી ઉભી રાખવી ભારે પડશે :મુંબઈમાં ચૂકવવો પડશે 10 હજાર સુધીનો દંડ

ઇ ચલણ દ્વારા આ દંડ બીએમસી વસૂલશે. દંડ :7મી જુલાઈથી થશે અમલ

 

મુંબઈ : મુંબઇમાં હવે નો પાર્કિંગમાં ગાડી ઉભી રાખવી  મોંઘુ સાબિત થઇ શકે છે. ગેરકાયદેસર રીતે કારને પાર્ક કરતાં મુંબઇ મહાનગર પાલિકા 1 હજારથી 10 હજાર રૂપિયા સુધી દંડ વસૂલશે.આગામી  7 જુલાઇથી દંડ વસૂલવામાં આવશે. ચલણ દ્વારા દંડ બીએમસી વસૂલશે

  મુંબઈમાં પેડ પાર્કિંગ થતાં પણ લોકો નો પાર્કિંગ ઝોનમાં ગાડી ઉભી કરી દે છે. કારણે ટ્રાફિકમાં ખૂબ મુશ્કેલી થાય છે. મુંબઇમાં 146 જગ્યાએ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ તેમછતાં લોકો નો પાર્કિંગ ઝોનમાં  ગાડી ઉભી કરીને જતા રહે છે

(10:35 pm IST)