Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

પાકિસ્તાન બોર્ડરે ભારતીય જવાનોએ કર્યા યોગાસન :ફેસિંગ પાસે યોગ કરવાનો લીધો લ્હાવો

ભુજ સરહદ પર અને બાડમેરમાં આર્મી જવાનોએ યોગ કર્યા :ગાંધીનગર ઓફિસે પણ જવાનોએ યોગાસન કર્યા

 

નવી દિલ્હી ;આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે પાકિસ્તાન બોર્ડરે ભારતીય જવાનોએ યોગાસન કર્યા હતા ભારતીય જવાનોએ પાકિસ્તાનની બોર્ડર પર ફેન્સિંગ પાસે યોગા કરીને અનોખો માહોલ બનાવ્યો હતો.

 વિશ્વ યોગ દિવસની ભારત-પાકિસ્તાન બોર્ડર પર ઉજવણી કરાઈ હતી. સરહદ પર BSFના જવાનોએ યોગ દિવસ ઉજવ્યો હતો

  ભૂજ સરહદ પર સરહદી પ્રહરી તરીકે કામ કરતા BSFના જવાનોએ ફેન્સિંગ પાસે BSFના જવાનોએ યોગાસન કર્યા હતા

 રાજસ્થાનના બાડમેરમાં પણ આર્મી જવાનોએ બોર્ડર પર યોગ કર્યા હતા

 બોર્ડર પર યોગા કરતી તસવીર જોઈને ખ્યાલ આવશે કે જવાનો પણ કેવી રીતે પોતાની સુરક્ષા રાખે છે.

 પાકિસ્તાનને અડીને આવેલી બોર્ડર પર ફેન્સિંગ પાસે યોગ કરવાનો લ્હાવો કંઈક અલગ હોય છે, જે સુરક્ષા જવાનોએ લીધો હતો.

 ગાંધીનગર ઓફિસ ખાતે પણ સુરક્ષા જવાનોએ વહેલી સવારે યોગાસન કરીને વર્લ્ડ યોગા દિવસની ઉજવણી કરી હતી

(10:34 pm IST)