Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

બિહારના રાજકારણમાં ગરમાવો : તેજસ્વી યાદવ ગુમ થયાના પોસ્ટર: શોધી આપનારને 5100નું ઇનામ

તેજસ્વી યાદવ લોકસભા ચૂંટણી પરિણામો બાદ સક્રિય રાજનીતિમાંથી ગુમ

 

પટના ;બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે  વિધાનસભામાં વિપક્ષનાં નેતા તેજસ્વી પ્રસાદ યાદવનાં રાજનીતિથી અચાનક ગૂમ થયાનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલો છે. જો કે આરજેડી નેતા અને મહાગઠબંધનનાં સહોયી દળનાં નેતા તેજસ્વી યાદવનો બચાવ કરી રહ્યા છે બીજી તરફ તેજસ્વી ગુમ થઇ ગયા હોવાનાં પોસ્ટર પણ રાજધાની સહિતનાં વિસ્તારોમાં લગાવવામાં આવી રહ્યા છે

  તેજસ્વી યાદવ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સક્રિય રાજનીતિમાંથી ગુમ થઇ ચુક્યા છેજ્યારે મુજફ્ફરપુરમાં મગજનાં તાવના કારણે 100થી વધારે બાળકોનાં મોત થઇ ચુક્યા છે. તેજસ્વી યાદવ ઘણીવાર સામાજિક મુદ્દાઓ પર પોતાનાં ટ્વિટરથી ટ્વીટ કરે છે. સાથે સરકારની ટીકા કરવાની તક જવા નથી દેતા. એવામાં તેનું અચાનક સક્રિય રાજનીતિમાંથી ગુમ થઇ જવું તમામ લોકોનાં મનમાં સવાલ પેદા કરી રહ્યું છે

 બિહારમાં મગજનો તાવના કારણે સેંકડો બાળકોનાં મોત થયા છે. હજી પણ આંકડો સતત વધી રહ્યો છે ત્યારે વિપક્ષનાં નેતા તરીકે પોતાની ફરજ નિભાવવાનાં બદલે તેજસ્વી માત્ર મુદ્દે ચુપ છે પરંતુ રાજનીતિમાંથી ગુમ છે. તેમના પક્ષનાં વરિષ્ઠ નેતાઓને પણ તે અંગે માહિતી નથી કે તેઓ ક્યાં છે.
બીજી તરફ તેજસ્વી યાદવ ગુમ હોવાનાં કારણે તેના નામના ગુમ થયાનાં પોસ્ટર લાગી રહ્યા છે. મુજફ્ફરપુરમાં તેજસ્વી યાદવ ગુમ થયાના પોસ્ટર લગાવાયા છે. સાથે તેને શોધનાર વ્યક્તિને ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે. મુજફ્ફરપુરની એક સામાજિક કાર્યકર તમન્ના હાશ્મીએ તેજસ્વીને શોધવા માટેના પોસ્ટરો લગાવડાવ્યા છે. જેમાં લખ્યું છે કે, વિપક્ષનાં નેતા તેજસ્વી યાદવ ગુમ છે. તેમને શોધનાર વ્યક્તિને 5100 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તેઓ લોકસભા ચૂંટણીના પરિણામ બાદથી ગુમ છે

(10:11 pm IST)