Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

રાહુલ ગાંધી ફરી વિવાદમાં ફસાયા :સેનાના ડોગ યુનિટના યોગની તસ્વીર શેર કરી ઉડાવી મજાક : લખ્યું ,,ન્યુ ઇન્ડિયા : લોકો ભડક્યા

ડોગ યુનિટનાં જવાનો અને સ્નીફર ડોગ યોગાનની મુદ્રા સામે રાહુલે કર્યો વ્યંગ

 

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી વિવાદમાં ફસાયા છે રાહુલ ગાંધીએ  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે સેનાનાં ડોગ યુનિટનાં યોગ કાર્યક્રમની એક તસ્વીર શેર કરતા સરકાર પર વ્યંગ કરતા કહ્યું કે, ન્યૂ ઇન્ડિયા છે.તેમની આ તસ્વીરનાં શેર કરતાની સાથે જ લોકો ભડકી ગયા હતા અને તેને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું હતું. રાહુલે ભાજપ પર અને સરકાર પર વ્યંગ કરવામાં સેના અને યોગ દિવસનો મજાક ઉડાવી હતી

    રાહુલ ગાંધીએ ટ્વીટર પર ડોગ યુનિટના એક કાર્યક્રમની તસ્વીર શેર કરી અને લખ્યું કે, ન્યૂ ઇન્ડિયા. તેમણે જે તસ્વીર શેર કરી છે તેમાં ડોગ યુનિટનાં જવાનો અને સ્નીફર ડોગ યોગાનની મુદ્રામાં જોવા મળે છે

   અત્રે  ઉલ્લેખનીય છે કે, 21 જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે વડાપ્રધારે રાંચ અને અનેક મંત્રીઓએ અલગ અલગ સ્થલો પર યોગ કાર્યક્રમમાં ભાગ લીધો. રાહુલ ગાંધીએ આ ટ્વીટનાં જવાબમાં લોકોએ તેને જ ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું હતું.

   ભાજપના મહાસચિવ રામ માધવે શુક્રવા કહ્યું કે, સંસદમાં બાળકો પણ છે અને યોગ તેમની બાળસહજ મનોવૃતીને પહોંચી વળવા માટે સહાયભુત થઇ શકે છે. તેમનો ઇશારો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં ગુરૂવારનાં રાષ્ટ્રપતિના ભાષણ સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની હરકત પર હતો. માધવે ગાંધી પર નિશાન સાધતા આ ટિપ્પણી ભાજપ દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમારંભનું ઉદ્ધાટન કરતા કરી હતી.

(10:04 pm IST)