Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

GST કાઉન્સીલનો મોટો નિર્ણંય : વેપારીઓને રજિસ્ટ્રેશનમાંમોટી છૂટછાટ :માત્ર આધારકાર્ડથી ખુદ કરી શકશે નોંધણી

ઇલેક્ટ્રિક વ્હીકલ પર GST ઘટ્યો : E-Invoiceને સિદ્ધાંતિક મંજૂરી મળી

નવી દિલ્હી :જીએસટી કાઉન્સિલ દ્વારા મોટો નિર્ણંય લેવાયો છે અને વેપારીઓને મોટી રાહત આપી છે કાઉન્સિલની 35મી બેઠક મળી હતી, જેમાં જીએસટી કાયદામાં મોટો નિર્ણય લેવાયો છે જે મુજબ હવે રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડનો રજૂ કરશો તો વધારાના કાગળો રજૂ કરવા નહીં પડે. સાથે જ વેપારીઓ પોતાના આધારકાર્ડનો ઉપયોગ કરી ખુદ જીએસટીમાં રજિસ્ટર્ડ થઇ શકે છે.
   આ સિવાય ઇલેક્ટ્રિક વ્હીકલ પર GST ઘટાડવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઇ વ્હીકલ મામલે કમિટી બનશે, 2 મહિના સુધી GST રિટર્ન ન ભર્યું તો ઇ-વે બિલ જનરેટ કરવા પર પ્રતિબંધ લાગી જશે. આ આદેશ હવે 21 જુનની જગ્યાએ 21 ઓગસ્ટથી લાગુ થશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ઇ-વે બિલ સિસ્ટમ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જનારી પરિવહન વ્યવસ્થા સાથે જોડાયેલો છે. માની લો કે કોઇ વસ્તુને એક સ્ટેટમાંથી બીજા રાજ્ય અથવા રાજ્યની અંદર લાવવા કે લઇ જવાનો હોય તો સપ્લાયરને હવે ઇ-વે બિલ જનરેટ કરવું ફરજિયાત છે.

જીએસટી કાઉન્સીલ બેઠકમાં E-Invoiceને સિદ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે. કંપનીઓ વચ્ચે ખરીદ-વેચવા માટે એક કેન્દ્રીકૃત સરકારી પોર્ટલ પર ઇ ઇન્વોઇસ કાઢવાની પ્રસ્તાવિત વ્યવસ્થા 50 કરોડ અથવા તેનાથી વધુના વેપાર કરનારી કંપનીઓ માટે જરૂરી થઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે તેનાથી જીએસટીની ચોરી પર અંકુશ આવશે.
   કંપનીઓ વચ્ચે વેપાર માટે ઇ ઇનવોઇસ કાઢવા માટે વેપારની સીમા 50 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી શકે છે. જેનાથી વેપારીઓ અને સરકાર બંનેને ફાયદો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

(8:10 pm IST)