Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

યોગ બધાના અને બધા યોગના છેઃ નરેન્દ્રભાઇ

રાંચી ખાતે ૪૦ હજાર લોકો સાથે ''યોગ ફોર હાર્ટ'' થીમ ઉપર યોગાભ્યાસ કરતા વડાપ્રધાન

પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નીમીતે વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ઝારખંડના રાંચી ખાતે ૪૦ મીનીટ યોગ કર્યા હતા. આમ પણ નરેન્દ્રભાઇ દરરોજ યોગાભ્યાસ કરે છે. નરેન્દ્રભાઇએ પોતાના સંબોધનમાં જણાવેલ કે યોગ અનુસાશન છે, સમર્પણ છે તેનુ પાલન જીવનભર કરવું જોઇએ. યોગ આયુ, રંગ,જાતિ, સંપ્રદાય, મત, પંથ, અમિરિ-ગરીબી, પ્રાંત અને સરહદના ભેદથી ખુબ પાર છે. યોગ બધાના છે અને બધા યોગના છે. નરેન્દ્રભાઇએ પ્રભાત તારા મેદાનમાં ૪૦ હજાર લોકો સાથે ''યોગ ફોર હાર્ટ''ની થીમ ઉપર યોગ કર્યા હતા.

(3:52 pm IST)