Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

રામમંદિર નિર્માણ માટેના વટહુકમને સુપ્રિમમાં પડકાશુ

યાસીન અલી ઉસ્માનીની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં આ અંગે ચર્ચા કર્યા બાદ કમિટીએ આપ્યું નિવેદન

નવી દિલ્હી, તા. ર૧ : અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટે વટહુકમનો આશરો લેવાની ચર્ચા વચ્ચે બાબરી મિસ્જદ એકશન કમિટી (બીએમએસી)એ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ આવા કોઇ પણ પગલાંને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

કેન્દ્ર સરકાર દ્વારા રામ મંદિર અંગે વટહુકમ લાવવાની શકયતા નહી હોવાના વડા પ્રધાનના નિવેદન બાદ પણ સરકાર દ્વારા આવી કોઇ કાર્યવાહી કરવામાં આવશે તો કમિટી સરકારના આવા પગલાંને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, એમ બીએમએસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

કમિટીએ ધર્મનિરપેક્ષ નીતિઓનું પાલન કરવા માટેના બંધારણીય આદેશના ભંગનો અને માત્ર એક જ ધર્મના લોકોની જરુરિયાત પૂરી પાડવાનો યોગી સરકાર પર આક્ષેપ મૂકયો હતો. બધા ધર્મને માન આપવું જોઇએ અને બધા ધર્મના લોકોને સમાન દ્રિષ્ટકોણથી જોવા જોઇએ, એમ તેમણે જણાવ્યું હતું. યાસીન અલી ઉસ્માનીની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં આ અંગે ચર્ચા કર્યા બાદ કમિટીએ નિવેદન આપ્યું  હતું.

(3:51 pm IST)