Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

હવે ફિલ્ડ વર્ક કરતી માતા ફિલ્ડમાંથી સીધી ઘરે જઇ શકશે

મહિલા કર્મચારીઓને કેટના નિર્ણયે રાહત આપી

નવી દિલ્હી, તા. ર૧ : ફિલ્ડવર્ક કરી રહેલી મહિલા કર્મચારીઓને સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટીવ ટ્રિબ્યુનલ (કેટ)ના એક નિર્ણયે મોટી રાહત આપી છે. હવે એ મહિલાઓ જેઓના નાના બાળકો હોય તે ફિલ્ડમાંથી સીધી ઘરે જઈ શકશે. તેને ઓફિસે જઈને હાજરી પૂરવાની જરૂર રહેશે નહી.

કેટે ડો.ફરહીન બેગની અરજી પર સુનાવણી દરમિયાન માતૃત્યુ લાભ સંશોધન અધિનિયમ-૨૦૧૭દ્ગક ઉપકલમ-૩ઊંક (૫)ને પરિભાષિત કરી હતી. ન્યાયાધિકરણે કહ્યું કે જો મહિલાને ઓફિસ આવવા માટે ફરજ પડાશે તો આ કાયદાનો મુળ ઉદ્દેશ સાર્થક થશે નહી.ટ્રીબ્યુનલના સભ્ય એ.કે.બિશ્નોઈએ આ નિર્ણય આપતાં કહ્યું કે ઓફિસની બહાર કામ ખતમ થયા બાદ મહિલાઓને બાયોમેટ્રિક પ્રણાલીથી ઉપસ્થિતિ નોંધાવવા માટે ઓફિસ આવવાની જરૂર પડતી નથી અને ખાસ કરીને તેને નાનું બાળક હોય ત્યારે તો ફિલ્ડમાંથી ઓફિસ પર આવવાની બિલકુલ જરૂર નહી રહે. આ સાથે કેટે ૨૦૧૮જ્રાક્નત્ન ફિલ્ડથી સીધા ઘર જવાની જગ્યાએ ફરહીન બેગમના અટકાવેલા પગારનું પણ તાત્કાલિક ચૂકવણું કરવા આદેશ આપ્યો હતો.

(3:50 pm IST)