Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

રામ મુસ્લિમોના પણ પૂર્વજ : અયોધ્યામાં રામમંદિર બનીને રહેશે

બાબા રામદેવે ફરી ઉઠાવ્યો રામનિર્માણનો મુદ્દો

નવી દિલ્હી, તા. ર૧ : યોગગુરૂ બાબા રામદેવે કહ્યું છે કે. ભગવાન રામ રાષ્ટ્રના પૂર્વજ છે, માત્ર હિન્દુઓ જ નહીં, પણ મુસ્લિમોના પણ. તેઓએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે રામ મંદિર વિવાદમાં જે વચેટિયાઓની નિયુકિત કરી છે, તેનાથી કોઈ મોટું પરિણામ નીકળતું જોવા મળી રહ્યું નથી. બાબા રામદેવે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં રામ મંદિર પ બનશે અને રામ જેવું ચરિત્ર્ય પણ બનશે.

નાંદેડમાં યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેવાં પહોંચેલાં બાબા રામદેવે મીડિયા સાથેની વાચતીતમાં કહ્યું કે, હિન્દુ અને મુસ્લિમોનું ડીએનએ એક છે. મુસ્લિમ આપણા ભાઈ છે, અને અમારા પૂર્વજ એક છે. રામ ફકત હિન્દુઓનાં જ પૂર્વજ નથી. તે મુસ્લિમોનાં પણ પૂર્વજ છે. આપણે આપણા પૂર્વજોનો અનાદર ન કરવો જોઈએ. હિન્દુઓ અને મુસ્લિમોને પોતાના પૂર્વજોનું ગૌરવ વધારવું જોઈએ.

તેઓએ કહ્યું કે, રામ મંદિર બનાવવાની બે રીત છે, કે પછી સુપ્રીમ કોર્ટ જલ્દીથી સુનાવણી કરી તેનો નિર્ણય આપે. સુપ્રીમ કોર્ટે વચેટિયાઓને લગાવ્યા છે. પણ લાગતું નથી કે, તેનાથી કોઈ મોટું પરિણામ આવશે. આસ્થા સૌથી મોટી વસ્તુ છે. અને તેના પર શંકા ન કરવી જોઈએ. બીજો વિકલ્પ કે, જનતા જાતે જ બનાવવાનું શરૂ કરી દે. પણ ત્યારે લોકો તેના પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દેશે.

બાબા રામદેવે કહ્યું કે, મને વિશ્વાસ છે કે, પીએમ મોદીના નેતૃત્વમાં રામ મંદિર પણ બનશે. અને રામ જેવું ચરિત્ર્ય પણ બનશે. જણાવી દઈએ કે રામ મંદિરને લઈ સંતોએ કેન્દ્ર સરકાર પર દબાણ વધારવાનું શરૂ કર્યું છે. વિશ્વ હિન્દુ પરિષદે ગુરુવારે હરિદ્વારમાં એક પ્રસ્તાવ પારિત કરીને કેન્દ્રને રામભકતોની આશાઓના અનુરૂપ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણમાં આવનારી તમામ બાધાઓને અતિશીધ્ર દૂર કરવાનું આહવાન કર્યું છે.

(3:48 pm IST)