Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

દેશમાં આ વર્ષે દુષ્કાળની સંભાવના નથી

હવામાનખાતાએ આપ્યા રાહતના સમાચાર

નવી દિલ્હી, તા. ર૧ : હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું કે દક્ષિણ-પશ્યિમ ચોમાસું સામાન્ય રીતે આગળ વધી રહ્યું છે અને તે થોડા જ સપ્તાહોમાં દેશના તમામ વિસ્તારોમાં પહોંચી જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં વ્યાપક દુષ્કાળની આશંકા નિરાધાર છે કેમ કે અલનીનોનો પ્રભાવ અને હિન્દ મહાસાગર દ્વિધ્રુવ (ડાઈપોલ) જેવા કારણ વરસાદ માટે અનુકુળ બની રહ્યા છે પરંતુ દેશના મુખ્ય જળાશયોની સ્થિતિ બહુ સારી તસવીર રજૂ કરી રહી નથી. મહારાષ્ટ્રમાં પાણીનું સ્તર વધુ ઓછું થઈ ગયું છે જયારે આંધ્રપ્રદેશની સ્થિતિ પણ એવી જ છે.

હવામાન વિભાગના ડાયરેકટર જે.રમેશે કહ્યું કે મને સમજ નથી આવી રહ્યું કે દુષ્કાળની આશંકા અત્યારથી જ શા માટે સેવાઈ રહી છે કેમ કે હજુ ચોમાસું આખા દેશ સુધી પહોંચ્યું પણ નથી. માત્ર દસ દિવસ સારો વરસાદ પડશે અને પાણીની કમી પૂરી થઈ જશે. ચોમાસાના પ્રચાર અંગે ચાલી રહેલી નકારાત્મક વાતોથી હું હેરાન છું કેમ કે આ વાતોનો કોઈ વૈજ્ઞાનિક આધાર જ નથી.

ચોમાસાની શરૂઆતમાં અલ નીનો નકારાત્મક ક્ષેમિં હતું અને હજુ પણ ત્યાં જ છે. હવામાનની સ્થિતિ બતાવનારું કોઈ પણ વૈશ્વિક અથવા સ્થાનિક મોડલ તેના આગલા બે-ત્રણ મહિનામાં મજબૂત હોવાના સંકેત આપી રહ્યું નથી. ચોમાસાને પ્રભાવિત કરનારું એક અન્ય કારણ હિન્દ મહાસાગર દ્વિધ્રુવ સકારાત્મક ક્ષેત્રમાં છે તેથી ચોમાસા અંગે ચિંતા કરવાનું કોઈ કારણ જ રહેતું નથી.

(3:47 pm IST)