Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

બુલેટ ટ્રેનના પ્રોજેકટની કામગીરી ઝડપી બની

કેન્દ્રમાં ફરી એક વખત મોદી સરકાર આવ્યા બાદ અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેકટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં જમીન સંપાદન મામલે ખેડુતોના વિરોધ અને આંદોલન વચ્ચે ૬૦ ટકા કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે. જો કે સરકારને જમીન સંપાદન કરવામાં મહારાષ્ટ્રમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 અમદાવાદ-મુંબઇ વચ્ચે ૫૦૮ કિ.મીનું અંતર બે કલાકમાં પુર્ણ કરશે, જે પ્રતિ કલાક ૩૨૦ કિ.મીની સ્પીડે કોરીડોર પર દોડશે. આ બુલેટ ટ્રેન માટે કુલ ૮૨૫ એકર જમીન સંપાદીત કરવાની પરિયોજના છે જે અંતર્ગત ૩૬૦૦ ખેડુતોની જમીન લેવામાં આવશે, જેમાં મોટાભાગના ખેડુતોના વિરોધના કારણે મહારાષ્ટ્રમાં પાલદ્યરના ૭૩ ગામો અને થાણેના ૨૩ ગામોની કુલ ૩૫૦ હેકટર જમીન સંપાદન કરવાની કામગીરી ના બરાબર થઇ છે. જેમાં ખેડૂતોની કાનૂની પ્રક્રિયાની રૂકાવટો આવી રહી છે.

 આ ઉપરાંત પર્યાણરવિદ્દોએ પણ હાઇકોર્ટમાં રીટ દાખલ કરી છે. જો કે કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ આ પ્રોજકટની કામગીરી ફાસ્ટ ટ્રેક પર કરી જે જમીન સંપાદન કરવામાં અડચણો આવી રહી છે તેને દૂર કરવાનો પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આમ ચુંટણીના કારણે છ મહિના સુધી કામગીરી પર બ્રેક વાગી ગઇ હતી.

 બીજીતરફ જાપાને પણ આખા પ્રોજેકટની પરિયોજના ઝડપી પાર કરવા સરકાર પર દબાણ શરૂ કર્યુ છે. જાપાનની મદદથી આ પરિયોજનાનું ભુમીપૂજન કર્યા બાદ કેન્દ્ર સરકાર પણ આખો પ્રોજેકટ વર્ષ ૨૦૨૩ પહેલા પુર્ણ કરવા ઇચ્છુક છે. આમ અમદાવાદ અને સાબરમતિ રેલવે સ્ટેશનની પ્રગતિ પર ચાલી રહેલા કામોમાં અડચણ ન આવે તે માટે અધિકારીઓ દ્રારા સમીક્ષા કરવામાં આવી રહી છે.

(3:46 pm IST)