Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

કર્ણાટક સરકાર ઉપર ફરી ''ખતરાના વાદળો''

રાજયમાં ગમે ત્યારે મધ્યસત્ર ચૂંટણી યોજાશે : દેવગૌડાનો ઘડાકો : કોંગ્રેસ જે રીતે વર્તી રહી છે તે પ્રજા જુવે છે : સરકાર કેટલું ટકશે એ નકકી નથી

નવી દિલ્હી, તા. ર૧ : કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણ હવે નિર્ણાયક વળાંક પર આવી પહોંચી છે. જેડીએસ સુપ્રીમો અને પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાએ બેટૂક કહ્યું છે કે, કર્ણાટકમાં મધ્યવર્તી ચૂંટણી નક્કી છે. દેવગૌડાએ આ નિવેદન બાદ રાજયની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. તો પ્રદેશની ગઠબંધન સરકાર પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. આ ઉપરાંત દેવગૌડાએ એમ પણ કહ્યું કે, તે પહેલેથી જ જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધનના સમર્થનમાં ન હતા. તેઓએ કહ્યું કે, કોંગ્રેસે આ ગઠબંધન માટે નિવેદન કર્યું હતું. જે બાદ તેઓએ સહમતિ દર્શાવી હતી.

લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદથી જ કર્ણાટકમાં સત્ત્।ારૂઢ જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે તિરાડ પડી છે. ગત દિવસોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ સિદ્ઘારમૈયાએ પાર્ટી નેતૃત્વને સલાહ આપી હતી કે, તે જેડીએસ સાથેનું ગઠબંધન ખતમ કરી લે. હવે દેવગૌડાએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે, મધ્યવર્તી ચૂંટણી થશે. તેઓએ કહ્યું કે, ૫ વર્ષ સુધી કોંગ્રેસને સમર્થન આપવા તૈયાર છે, પણ તે લોકોનો વ્યવહાર તો જુઓ.

કોંગ્રેસ નેતાઓનાં નિવેદનબાજીની ફરિયાદ દેવગૌડાએ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ કરી છે. જેમાં તેઓએ કહ્યું કે, હું પહેલાં દિવસથી જોઈ રહ્યું છું, અને દુખી છું. આ પહેલીવાર નથી કે જયારે આ હું તમને કહી રહ્યો હોંઉ. તમે કોઈ નિર્ણય કરો. મહેરબાની કરીને કર્ણાટકમાં તમારા તમામ નેતાઓને કહો કે સરકાર વિશે સાર્વજનિક રીતે બોલે નહીં.

લોકસભા ચૂંટણીમાં હાર બાદ દેવગૌડાએ કોંગ્રેસ પર આકરાં પ્રહાર કર્યા હતા. દેવગૌડાએ કહ્યું કે, ગઠબંધનનો વિચાર તેમનો નહીં પણ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ગુલામનબી આઝાદનો હતો. દેવગૌડાએ કહ્યું કે, અમે આ ગઠબંધન ઈચ્છતા ન હતા, પણ પરમેશ્વર અને મુનિયપ્પાએ અમારો સંપર્ક કર્યો. મલ્લિકાર્જુન ખડદેએ કહ્યું હતું કે, અમને આદેશ અપાયો છે કે, આ ગઠબંધન બને. જે બાદ અમે સહમતિ દર્શાવી હતી.

કર્ણાટકમાં સત્ત્।ાધારી કોંગ્રેસ અને જેડીએસની વચ્ચે મતભેદ હવે ખુલીને સામે આવ્યા છે. બંને પાર્ટી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ પર જેડીએસ અધ્યક્ષ એચડી દેવેગૌડાએ મોટું નિવેદન આપ્યું છે. દેવેગૌડાએ કર્ણાટકમાં વચગાળાની ચૂંટણી સંભાવના જતાવી છે. દેવેગૌડાના આ નિવેદન બાદ રાજયની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. અને કર્ણાટકની જોડાણવાળી સરકાર પર સંકટ ઉભુ થયું છે.

દેવેગૌડાએ કહ્યું કે તેમાં કોઇ શંકા નથી કે વચગાળાની ચૂંટણી થશે. કોંગ્રેસે કહ્યું હતુ કે તેઓ પાંચ વર્ષ સુધી સરકારનું સમર્થન કરશે પરંતુ હવે તેમનો વ્યવહાર જુઓ. દેવેગૌડાએ કોંગ્રેસના નેતાઓના નિવેદનબાજી અંગે રાહુલ ગાંધીને ફરિયાદ પણ કરી. અને કહ્યું કે રાહુલ નેતાઓને જણાવે કે તેઓ સરકાર અંગે સાર્વજનીક રીતે નિવેદન ન કરે.

દેવેગૌડાએ કહ્યું કે રાજયમાં જોડાણનો વિચાર તેમનો નહીં પરંતુ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અને ગુલામ નબી આઝાદનો હતો. અમે ગઠબંધન ઇચ્છતા ન હતા પરંતુ પરમેશ્વર અને મુનિયપ્પાએ અમારો સંપર્ક કર્યો હતો.

(3:38 pm IST)