Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

પશ્રિમ બંગાળમાં ફરીથી હિંસાનું તાંડવઃ ર ના મોતઃ ૧૪૪મી કલમ લાગુ

કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં બે જુથો વચ્ચે સંઘર્ષ થયા પછી અધિકારીઓએ ઉતર ર૪ પરગણા જીલ્લાના ભારપાડા અને જગતદલ વિસ્તારોમાં ગઇકાલે ૧૪૪ મી કલમ લગાવી દીધી હતી. આ અથડામણમાં એક વ્યકિતનું મોત થયું હતું અને ત્રણ લોકો ઘાયલ થયા છે.

ગૃહ સચિવ અલીયન બંદોપાધ્યાયે કહયું ભારવાડામાં કેટલાક અસામાજીક અને અપરાધી તત્વો સક્રિય છે. બહારના તત્વો પણ તેમની સાથે સામેલ થઇ ગયા છે અને વિસ્તારની શાંતિને નુકશાન પહોંચાડી રહયા છે. ત્યાં આરએએફ દળોને તહેનાથ કરી દેવાયા છે. ભાટપાડામાં ૧૯મેએ થયેલ વિધાનસભા ચું૭ણી પછી અથડામણના કેટલાક બનાવો બની ચુકયા છે.

પશ્ચિમ બંગાળ સરકારે ભાટપાડા સહીત બૈરકપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા કેટલાક વિસ્તારોની સ્થિતિને ગંભીરતાથી લીધી છે.  રાજય સરકારના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ બંગાળના એડીજી સંજયસિંહને બૈરકપુર વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. બંદોપાધધ્યાયે જણાવ્યું કે ડીજી વિરેન્દ્રને પણ ભારપાડા જવાનું કહેવાયું છે. રિપોર્ટો અનુસાર ભાટપાડાના નવા બનેલા પોલીસ સ્ટેશનની પાસે બે વિરોધી જુથોના સભ્યો વચ્ચે માથાકુટ થઇ હતી અને તે દરમ્યાન કેટલાક બોમ્બ ફેંકવામાં આવ્યા હતા અને સામસામે ગોળીબાર પણ થયો હતો નવા બનેલા પોલીસ સ્ટેશનનું ગૃહ સચિવે ગઇકાલે જ ઉદઘાટન કર્યુ હતું.

(1:17 pm IST)