Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

યોગ બન્યો રોજગારનો સ્ત્રોતઃ વૈશ્વિક કારોબાર ૫ લાખ કરોડ

યોગ ફકત ભારતમાં જ નહીં વિદેશમાં પણ છવાયોઃ નિરોગી બનવાની સાથે મોટો કારોબાર પણ બન્યો

નવી દિલ્હીૅં,તા. ર૧ :  યોગ ફકત ભારત સુધી જ માર્યાદિત રહ્યો નથી. આસાન દ્વારા ખુદને ફિટ અને નિરોગી રાખતી આ પદ્ઘતિ હવે વિશ્વના ખૂણે ખૂણે પહોંચી ગઈ છે. યોગ શરીરને ફિટ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે જ છે, પરંતુ સાથે જ તે એક મોટો બિઝનેસ પણ બની ગયો છે. યોગ દ્વારા ફકત ભારતમાં જ હી પરંતુ વિદેશોમાં પણ વાર્ષિક કમાણી સારી થઇ રહી છે.મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ,આજ ની તારીખમાં વૈશ્વિક સ્તર પર યોગની વાર્ષિક કમાણી ૮૦ બિલિયન ડોલર ૫ લાખ કરોડથી પણ વધુ થઇ ગઈ છે.

 સંયુકત રાષ્ટ્ર તરફથી ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ માં રોજ દર વર્ષે ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દીવસના રૂપે મનાવાનો નિર્ણ્ય કરવામાં આવ્યો છે.૨૦૧૨માં દર વર્ષે વૈશ્વિક સ્તર પર મનાવામા આવ્યો છે. જોકે એ પહેલા પણ વિશ્વભરમાં પ્રખ્યાત રહ્યો છે. અને અનેક દેશોમાં લોકો નિયમિત રીતે યોગાભ્યાસ કરે છે. મહર્ષિ પતંજલિને યોગના પિતા ગણવામાં આવી રહયા છે. તેઓએ ૧૯૫ યોગ સૂત્રોનું પ્રતિપાદન કર્યું છે. આજે વિશભરમાં યોગ કમાણી અને રોજગારનો મોટો  સ્ત્રોત બની ગયો છે.

ભારતની વાત કરવામાં આવે તો ૨૦૧૪-૧૫માં વેલનેસ ઉદ્યોગ ૮૫ હજાર કરોડ રૂપિયાનો હતો. નાણાંકીય વર્ષ ૨૦૨૦ સુધી ૧.૫ ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચાડવાની આશા છે. બીજી બાજુ આયુષ ક્ષેત્રના અંદાજિત કારોબાર ૨૦૨૨ સુધી ૮ બિલિયન ડોલર એટલે કે ૫૫,૫૩૦ કરોડ રૂપિયા સુધી પહોંચવાની છે.

વિશ્વના સૌથી તાકાતવર દેશ અમેરિકામાં પણ યોગ અત્યંત લોકપ્રિય છે.અને તેના દીવાના છે રસેલ, બ્રાંડ, કેટી પેરી, લેડી ગાગા, એડમ લીવેન અને મૈડોના જેવા નામચીન લોકો પણ સામેલ છે. સામાન્ય અમેરિકી નાગરિકોમાં પણ યોગ અંગે ક્રેઝ વધ્યો છે. જેના કારણે આ દેશમાં યોગનો બિઝનેસ વધતો જાય છે.

(1:17 pm IST)