Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ઘ થયું તો ભારતમાં ૮ ટકા મોંઘુ થશે પેટ્રોલ !

ઇરાનની સીમામાં હવામાં વાર કરનારી એક મિસાઇલે સ્ટ્રેટ ઓફ હોર્મૂજની ઉપર ઇન્ટરનેશનલ એરસ્પેસમાં અમેરિકન ડ્રોનને તોડી પાડયું જેનાથી બંને દેશ વચ્ચે તણાવ વધ્યો

નવી દિલ્હી, તા.૨૧: દુનિયાના શકિતશાળી દેશમાં એક અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધી ગયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઇરાને અમેરિકન સૈનિકનું એક ડ્રોન તોડી પાડ્યું છે. આ સમાચારથી ઇન્ટરનેશનલ ક્રૂડ એટલે કે કાચા તેલની કિંમતમાં ધરખમ વધારો થયો છે. થોડી જ મિનિટોમાં કૂડની કિંમત ૩ ટકા વધી ગઇ. જો બંને દેશ વચ્ચે યુદ્ઘની સ્થિતિ સર્જાઇ તો કાચા તેલની કિંમતમાં ૧૦ ટકા સુધીનો વધારો થશે, જેની સીધી અસર ભારત જેવા અલ્પવિકિસત દેશને થશે.

ક્રૂડની કિંમત ૧૦ ટકા વધશે તો ભારતમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ૮ ટકા સુધીનો વધારો આવશે, જેનાથી દેશમાં મોંદ્યવારી વધશે અને આર્થિક ગ્રોથ પર નેગેટિવ અસર થશે, અત્રે ઉલ્લેખનીય છે કે ઇરાનના સૌથી મોટા તેલના ગ્રાહક ભારત અને ચીન છે. ભારત-ચીન બાદ કાચા તેલની સૌથી વધુ ખરીદી કરે છે. ભારત ઇરાન પાસેથી રોજનું અંદાજે ૪.૫ લાખ બેરલ કાચા તેલની ખરીદી કરે છે.

અમેરિકન અધિકારીના જણાવ્યા પ્રમાણે ઇરાનની સીમામાં હવામાં વાર કરનારી એક મિસાઇલે સ્ટ્રેટ ઓફ હોર્મૂજની ઉપર ઇન્ટરનેશનલ એરસ્પેસમાં અમેરિકન ડ્રોનને તોડી પાડ્યું છે. તો ઇરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સે કહ્યું કે ડ્રોન દક્ષિણ ઇરાન પર ઉડી રહ્યું હતું.

દુનિયાભરની અર્થવ્યવસ્થામાં ઘટાડાની ચિંતાને કારણે કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે, બ્રેંટ ક્રૂડ એપ્રિલમાં ૨૦૧૯ના શરૂઆતમાં ૭૫ ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું હતું. પરંતુ ત્યારબાદ કિંમત દ્યટી ૬૦ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું.

જો કે એકસપર્ટ્સનું કહેવું છે કે તણાવ વધવાથી ક્રૂડની કિંમતમાં ૧૦ ડોલર સુધી ઉછાળો આવી શકે છે. જેનો અર્થ થાય છે કે કિંમત ફરીથી ૭૦ ડોલર પ્રતિ બેરલની ઉપર પહોંચી જશે.

(12:01 pm IST)