Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

અહિં પરિવારજનોની ઘરના આંગણામાં જ દફનવિધિ

યુપીના ચાહ પોખર ગામમાં ઘરમાં જ કબરો જોવા મળે

લખનૌ, તા.૨૧: સામાન્ય રીતે કોઈ મુસ્લિમ વ્યકિતનું નિધન થાય ત્યારબાદ તેને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવતા હોય છે. પરંતુ યુપીના એક ગામમાં મુસ્લિમ લોકો પોતાના સ્વજનોના મૃત્યુ બાદ તેમને દ્યરની અંદર જ દફનાવવા માટે મજબૂર છે.યુપીના આગરામાં આવેલા ચાહ પોખર ગામમાં તમને દ્યરમાં જ કબરો જોવા મળશે. મૃતદેહને દફનાવવા માટે પૂરતી જમીન ન હોવાના કારણે અહીં મુસ્લિમ પરિવારો પોતાના જ ઘરમાં સ્વજનોને દફનાવવા માટે મજબૂર છે. આવા એક દ્યરની મુલાકાત દરમિયાન અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ જાણ્યું કે એક મહિલા પોતાના બાળકોને દફનાવ્યા તેની બાજુમાં જ જમવાનું બનાવી રહી હતી, જયારે વૃદ્ઘો કબરોથી ભરેલા ઘરના ફળીયામાં ખાટલા પર આરામ કરે છે.

એક ઘરના રિન્કી બેગમે જણાવ્યું કે, તેના ઘરની પાછળ પાંચ મૃતદેહો દફનાવાયા છે. તેમાં એક તેનો ૧૦ મહિનાના દીકરાનો પણ છે. અન્ય એક રહેવાસી ગુડ્ડી કહે છે, અમારા જેવા ગરીબ માટે મૃત્યુમાં કોઈ ગૌરવ નથી. દ્યરમાં ઓછી જગ્યા હોવાના કારણે લોકોએ કબર પર બેસવું અને ચાલવું પડે છે. આ ખૂબ અપમાનજનક છે.

આ ગામના મોટાભાગના મુસ્લિમ પરિવારો ગરીબ અને જમીન વિહોણા છે. તેઓ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે જણાવ્યું કે કબ્રસ્તાન માટે વર્ષોથી તેમની માગણીને અવગણી રહાઈ છે. ઉદાસીનતા એ છે કે એડમિનિસ્ટ્રેશન દ્વારા વર્ષો પહેલા એક પ્લોટ ફાળવાયો હતો, જે તળાવની એકદમ વચ્ચો વચ છે. વારંવાર ફરિયાદ કરવા છતાં પ્રશાસનના પેટનું પાણી હલતું નથી.વર્ષ ૨૦૧૭માં આ મામલે વિરોધ પણ કરાયો હતો. મંગલ ખાન નામના રહીશના મૃત્યુ બાદ પરિવારજનોએ તેના મૃતદેહને દફનાવવા માટે જમીન ન મળે ત્યાં સુધી તેને દફનવિધિથી ઈનકાર કરી દીધો. અધિકારીઓ દ્વારા ખાતરી આપ્યા બાદ તેમણે તળાવ નજીક મંગલ ખાનને દફનાવ્યા. પરંતુ વચનો આપ્યા બાદ કંઈ થયું નહીં. ફેકટરી વર્કર મુનિમ ખાન કહે છે, અમે માત્ર અમારા પુર્વજો માટે જમીન માગીએ છીએ. ગામમાં હિન્દુઓ માટે સ્મશાન દ્યાટ છે પરંતુ અમે મૃતક સાથે રહીએ છીએ.ગ્રામજનો નજીકના સનન ગામ અને અચનેરા શહેરમાં પણ દફનાવવા માટે જમીન મેળવવા પ્રયાસ કર્યો. પરંતુ ત્યાંના લોકો પોતાની જગ્યા આપવા તૈયાર નથી. મિકેનિક નિઝામ ખાન કહે છે, આ બંને ગામમાં વધારે મુસ્લિમ લોકો રહે છે. તેમના કબ્રસ્તાન પણ ભરાઈ ગયા છે. ગામના સરપંચ સુંદર કુમારનું કહેવું છે કે તેમણે દ્યણીવાર અધિકારીઓને કબ્રસ્તાન માટે જમીન આપવા કહ્યું છે. પરંતુ કોઈ પગલાં લેવાતા નથી. આ મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ રવિ કુમારે જણાવ્યું કે તેઓ સ્થિતિથી જાગૃત નથી. હું અધિકારીઓની એક ટીમ આ ગામમાં મોકલીશ અને કબ્રસ્તાન માટે જરૂરી જમીનની ડિટેઈલ કઢાવીશ.

(11:45 am IST)