Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ખેડૂતો અને મહિલાઓ પર કેન્દ્રિત હશે બજેટ

રાષ્ટ્રપતિના પ્રવચનથી મળતા સંકેતો

નવી દિલ્હી તા. ર૧ :.. મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળના પહેલા બજેટમાં 'ઇઝ ઓફ ડુઇંગ' ની સાથે લોકોના જીવનને બહેતર  બનાવવા પર ભાર મુકશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પોતાનું પહેલું બજેટ રજૂ કકરતા ઘણી એવી જાહેરાતો કરી શકે છે જેની સીધી અસર લોકોના જીવન પર થશે. બજેટમાં ખેડૂત, ખેતી, ઇન્ફ્રાસ્ટ્રકચર, આરોગ્ય, નાના વેપારી, મહિલા સશતિકરણ અને રોજગારની તકો વધારવા પર ભાર મુકાશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના બન્ને સદનોની સંયુકત બેઠકને સંબોધિત કરતા સરકારના પહેલા બજેટના પણ સંકેત આપ્યા. તેમણે પોતાના અભિભાષણમાં ઘણી એવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો, જે સરકાર ભવિષ્યમાં લાગુ કરવા માગે છે. જેમાં રોજગારીની તકો વધારવા માટે ર૦ર૪ સુધી દેશમાં પ૦ હજાર સ્ટાર્ટ અપ સ્થાપિત કરવા, ઉચ્ચ શિક્ષણમાં બેઠકો વધારવાનું સામેલ છે. બજેટ રજૂ કરતી વખતે સરકાર ગરીબ અને નબળા વર્ગો પર ખાસ ધ્યાન આપશે.

રાષ્ટ્રપતિએ અભિભાષણમાં આ બાબતના સંકેત આપતા કહયું કે સરકારે ગરીબ અને નબળા વર્ગને સ્વરોજગાર અને કૌશલ્ય દ્વારા સશકત બનાવવાનો માર્ગ અપનાવ્યો છે. સરકારે પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ર૦રર સુધીમાં ર કરોડ નવા ઘર અને ગામડાઓમાં દોઢ લાખ નવા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખોલવાનું લક્ષ્ય રાખ્યંુ છે. કૃષિ સંકટ સામે નિપટવા માટે સરકાર નવી યોજનાની જાહેરાત કરી શકે છે. નાના ખેડૂતોને ફાયદો પહોંચાડવા માટે પણ બજેટમાં જાહેરાત થઇ શકે છે. રાષ્ટ્રપતિએ અભિભાષણમાં કહયું કે દરેક ખેડૂતને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો લાભ આપ્યા પછી સરકાર ખેડૂતોના પશુઓના ઇલાજમાં થતા ખર્ચ માટે યોજન શરૂ કરવાનો નિર્ણય કરી શકે છે.

(11:44 am IST)