Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

મુંબઇમાં નો પાર્કિગમાં ગાડી ઉભી કરી તો ભરવો પડશે ૧૦ હજાર રૂપિયાનો દંડ

મુંબઇમાં હવે નો પાર્કિગમાં ગાડી ઉભી કરવી તમને મોંઘુ સાબિત થઇ શકે છેઃ ગેરકાયદેસર રીતે કારને પાર્ક કરતાં મુંબઇ મહાનગર પાલિકા ૧ હજારથી ૧૦ હજાર રૂપિયા સુધી દંડ વસૂલશેઃ ૭ જુલાઇથી આ દંડ વસૂલવામાં આવશેઃ ઇ ચલણ દ્વારા આ દંડ બીએમસી વસૂલશે

મુંબઇ, તા.૨૧: જો તમે પણ પાર્કિંગ સ્પેસ ન મળતાં નો પાર્કિંગમાં ગાડી ઉભી કરી દો છો તો આ સમાચાર વાંચી લો. મુંબઇમાં હવે નો પાર્કિંગમાં ગાડી ઉભી કરવી તમને મોંદ્યુ સાબિત થઇ શકે છે. ગેરકાયદેસર રીતે કારને પાર્ક કરતાં મુંબઇ મહાનગર પાલિકા ૧ હજારથી ૧૦ હજાર રૂપિયા સુધી દંડ વસૂલશે. ૭ જુલાઇથી આ દંડ વસૂલવામાં આવશે. ઇ ચલણ દ્વારા આ દંડ બીએમસી વસૂલશે.

પેડ પાર્કિંગ થતાં પણ લોકો નો પાર્કિંગ ઝોનમાં ગાડી ઉભી કરી દે છે. આ કારણે ટ્રાફિકમાં ખૂબ મુશ્કેલી થાય છે. મુંબઇમાં ૧૪૬ જગ્યાએ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ તેમછતાં લોકો નો પાર્કિંગ ઝોનમાં  ગાડી ઉભી કરીને જતા રહે છે. બીએમસી કમિશનર પ્રવીણ પરદેશીએ આદેશ આપ્યા છે કે જયાં પર પાર્કિંગની સુવિધા છે, ત્યાંના એક કિલોમીટરના દ્યેરાવામાં જો કોઇ વાહન નો પાર્કિંગમાં ઉભું કરે છે તો તે ગાડી પર ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.

આ વિશે લોકોને જાગૃત કરવા માટે બીએમસી હવે ઠેર-ઠેર પોસ્ટર અને બેનર લગાવશે. ગેરકાયદેસાર પાર્કિંગનો આ મુદ્દો ઉકેલવા માટે બીએમસી દ્વારા પાર્કિંગનો કોન્ટ્રાકટ પૂર્વ સૈનિકોને આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર પાર્કિંગથી છુટકારો મેળવવાની યોજનાને સફળ બનાવવા માટે વધારાના ટોઇંગ મશીન ભાડે લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

(11:43 am IST)