Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

મોદી સરકાર દેશના ગામડાઓમાં બે કરોડ નવા ઘર બનાવશે

રજિસ્ટ્રીમાં મહિલાઓને પ્રાથમિકતા :ઉજવલાથી ધુમાડાથી મુક્તિ મફત વીજળી,સહિતની યોજનોનો સર્વાધિક લાભ

નવી દિલ્હી :મોદી સરકાર આગામી ત્રણ વર્ષમાં દેશના ગામડાઓમાં બે કરોડ નવા ઘર બનાવશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અગામી ત્રણ વર્ષ દરમ્યાન ગામડાઓમાં 2 કરોડ નવા ઘર બનાવવામાં આવશે. સંસદના બંને સદનોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, ગ્રામિમ ક્ષેત્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ઘરોમાં રજિસ્ટ્રીમાં પણ મહિલાઓને પ્રાથમિકતા અપાઈ રહી છે

  રાષ્ટ્રપતિએ કહ્યું કે, યોજનામાં અગામી ત્રણ વર્ષમાં ગામમાં લગભગ 2 કરોડ નવા ઘર બનાવવામાં આવશે. કોવિંદે કહ્યું કે, ઉજ્જવલા યોજના દ્વારા ધુમાડાથી મુક્તિ, મિશન ઈન્દધનુ,ના માધ્યમથી ટીકાકરણ, સૌભાગ્ય યોજના હેઠળ મફતમાં વિજળી કનેક્શન, તમામ યોજનાનો સર્વાધિક લાભ ગ્રામીણ મહિલાઓને મળ્યો છે. તેમણે પોતાના સંબોધનમાં શહેરી પરિવહનના બુનિયાદી ઢાંચાના વિકાસ પર પણ બળ આપ્યું.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, શહેરી પરિવહન પાયાનો ઢાંચો આજની જરૂરિયાતની સાથે-સાથે, ભવિષ્ય માટે પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, બુનિયાદી ઢાંચાના નિર્માણની સાથે શહેરોમાં પ્રદૂષણની સમસ્યાના સમાધાન પર પણ બળ આપવામાં આવી રહ્યું છે.

કોવિંદે કહ્યું કે, અમારી સરકાર એક એવી પરિવહન વ્યવસ્થાનું નિર્માણ કરી રહી છે, જેમાં ગતિ અને સુરક્ષાની સાથે સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવશે. તેના માટે સાર્વજનિક પરિવહન મજબૂત બનાવવા પર વિશેષ બળ આપવામાં આવી રહ્યું છે. અનેક શહેરોમાં મેટ્રો નેટવર્કનો વિસ્તાર વધારવાનો પ્લાન છે.

તેમણે કહ્યું કે, વન નેશન, વન કાર્ડની વ્યવસ્થા શરૂ કરવામાં આવી ચુકી છે. રીતે, પ્રદૂષણ રહિત પ્રવાસ માટે ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. શહેરોમાં ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે.

(12:00 am IST)