Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

પીએમ મોદીની ડિનર પાર્ટીનો ખર્ચ આરજેડીને ખુચ્યો : કહ્યું એટલા રૂપિયામાંથી બાળકોની દવાની ખરીદી શકાય

આરજેડી વડાપ્રધાન મોદીની ડિનર પાર્ટીમાં સામેલ નહીં થાય

નવીદિલ્હી :આજે વડાપ્રધાન મોદી દ્રારા આયોજીત ડિનર પાર્ટીમાં રાષ્ટ્રીય જનતા દળ શામેલ નહિં થાય. બિહારમાં ચમકી તાવનાં કારણે ટપોટપ બાળકો મરી રહ્યા છે. બાળકોનાં થતા મોતને ધ્યાને રાખીને લાલુ પ્રસાદ યાદવનાં પક્ષ આરજેડીએ આ સંવેદનાભર્યો નિર્ણય કર્યો છે

  . આરજેડી નેતા અને રાજ્યસભા સાંસદ મીસા ભારતીએ જણાંવ્યું કે, જેટલો ખર્ચ પીએમનાં ડિનર પાર્ટીમાં થઇ રહ્યો છે. એટલા રૂપિયાથી બાળકો માટે દવાઓ અને અન્ય જરૂરી ઉપકરણ ખરીદી શકાય છે.

   મીસા ભારતીએ જણાંવ્યું કે,હું પીએમ મોદીનાં ડિનરમાં જવાની નથી.મુઝફ્ફરપુરમાં બાળકો મોતને ભેટી રહ્યા છે. આટલા ખર્ચમાં તો વેન્ટીલેટર આવી શકે છે

 . અત્રે ઉલ્લેખનિય છે કે, બિહારમાં એક્યૂટ ઇન્સૈફેલાઇટીસ સિન્ડ્રોમથી (એઇએસ) મરનારા બાળકોની સંખ્યા વધીને 140 સુધી પહોંચી છે. મુઝફ્ફરપુરની શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં બુધવારે વધુ પાંચ બાળકો મૃત્યુ પામ્યા છે.આ તમામ પાંચેય બાળકો સહિત તેમની હોસ્પિટલમાં મરનારા બાળકોની સંખ્યા 95 સુધી પહોંચી છે.

(12:00 am IST)