Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

દક્ષિણ અમેરિકા મહાદ્વીપના ઉત્તરમાં આવેલ વેનેઝુએલાનો સૌથી ખરાબ સમયઃ ૧ લીટર દૂધના ૧ લાખ રૂપિયા

નવી દિલ્હી: થોડા વર્ષો પહેલાં સુધી અમીર દેશોમાં સામેલ દક્ષિણ અમેરિકા મહાદ્વીપના ઉત્તરમાં સ્થિર વેનેજુએલા હાલમાં પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. દેશમાં અરાજકતાના માહોલ વચ્ચે અહીંની જનતા ખાવા માટે ફાંફા મારી રહી છે. દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઇ છે અને મોંઘવારી આકાશને આંબી રહી છે. થોડા દિવસો પહેલાં મીડિયા રિપોટ્સમાં ખુલાસો થયો હતો કે અહીં એક લીટર દૂધ માટે લોકોને એક લાખ રૂપિયા સુધી ખર્ચ કરવા પડે છે. તો બીજી તરફ એક કિલો મીટરની કિંમત 3 લાખ રૂપિયા પર પહોંચી ગઇ છે. બધાની વચ્ચે દેશ સાથે સંકળાયેલી વધુ એક જાણકારી સામે આવી છે

પ્રતિબંધોથી બચતાં પૂર્વ આફ્રીકા મોકલી દીધું સોનું

વેનેજુએલાની નિકોલસ મદુરો સરકાર દ્વારા ગુપચુપ રીતે દેશના સોનાનો ભંડાર વેચવાના સમાચાર સામે આવ્યા છે. વેનેજુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરોએ મોટી માત્રામાં સોનું અમેરિકાના થોપવામાં આવેલા પ્રતિબંધોથી બચવા માટે પૂર્વ આફ્રિકા મોકલી દેવામાં આવ્યું છે. વોલ સ્ટ્રીટ જનરલમાં પ્રકાશિત એક રિપોર્ટના અનુસાર વેનેજુએલા અને યુગાંડાના અધિકારીઓનું કહેવું છે કે બે ફ્લાઇટોથી 30 કરોડ ડોલરથી વધુ કિંમતના 7.4 ટન સોનું ગુપચુપ વેનેજુએલાથી યુગાંડાની એક રિફાનરી પહોંચાડી દેવામાં આવ્યું છે.

યૂએસએ મદુરો સરકાર પર ઘણા આર્થિક પ્રતિબંધ લગાવ્યા

દસ્તાવેજોની તપાસ કરનાર યુગાંડાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે પાર્સલ સાથે જોડાયેલા પેપરવર્કના લીધે ગોલ્ડવાર હોવાની ખબર પડી. તેમાંથી કેટલાક પર વેનેજુએલાના કેંદ્વીય બેંકની સંપત્તિના સ્પેમ્પ લગાવ્યા હતા. જહાજોની ગુપચુપ રીતે અવરજવર પણ તરફ ઇશારે કરી રહી છે. અમેરિકાએ વેનેજુએલાના વિપક્ષી દળના નેતા જુઆન ગુએડોના રાષ્ટ્રપતિ તરીકે માન્યતા આપી છે એટલા માટે યૂએસએ મદુરો સરકાર પર ઘણા આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે. એટલું નહી અમેરિકાએ દુનિયાના અન્ય દેશોને મદુરો સરકાર સાથે કોઇપણ પ્રકારની વ્યાપારિક ભાગીદારી ભજવવાની ચેતાવણી આપી છે.

વેનેજુએલામાં ચાલી રહેલી લડાઇ દેશની બહાર આવી

વેનેજુએલામાં જુઆન ગુએડો અને રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો વચ્ચે ચાલી રહેલી લડાઇ હવે બહાર આવી ચૂકી છે. અમેરિકા સહિત 50 દેશ વિપક્ષી નેતા ગુએડોના પક્ષમાં છે જોકે પહેલાં મદુરોને સપોર્ટ કરી રહ્યા છે. યુગાંડા પોલીસનું કહેવું છે કે એંતેબ્બે એરપોર્ટ પરથી સોના આફ્રીકી ગોલ્ડ રિફાઇનરી લિમિટેડ (AGR) પહોંચ્યું. રિફાઇનરી રનવેથી ફક્ત 500 યાર્ડના અંતર પર છે. રિફાઇનરી બાદ સોનું મધ્ય-પૂર્વમાં નિર્યાત માટે મોકલી દેવામાં આવ્યું.

AGR સોનાના ઉપયોગ કરી મનાઇ

યુગાંડા પોલીસના અધિકારીઓનું કહેવું છે કે રિફાઇનરીમાં ઓપરેશન 2015માં શરૂ થઇ ચૂક્યું છે. તેમાં મોટાભાગે સોનું સંઘર્ષ સામે ઝઝમી રહેલા કાંગોથી અથવા બીજા આફ્રીકી દેશોથી સ્મલિંગ થઇને આવે છે. AGR પોતાના સોનાની આપૂર્તિ ઘણી અમેરિકન કંપનીઓને કરે છે. વર્ષ 2018માં લગભગ 237 યૂએસ કંપનીઓની આપૂર્તિ ચેનમાં સાર્વજનિક રીતે AGR નું નામ સામે આવ્યું હતું. કંપનીની જીએમ ચેરી અને ડૈકડૈકનું કહેવું છે કંપની તસ્કરી કરી લાવવામાં આવેલા સોનાનો ઉપયોગ કરતી નથી.

અત્યાર સુધી કુલ 38 ટન સોનું પ્રોસેસ કર્યું

એજીઆર દ્વારા માર્ચની શિપમિંટને લઇને પણ કોઇ જાણકારી આપી નથી. તેમણે જણાવ્યું કે 26 માર્ચના રોજ યોજાયેલી બેઠકમાં કંપની મેનેજમેંટની મીટિંગમાં સહમતિ બની છે કે હવે વેનેજુએલા સાથે કોઇ લેણદેણ કરવામાં નહી આવે. ડૈકડૈકનું કહેવું છે કે AGR અત્યાર સુધી 38 ટન સોનું પ્રોસેસ કરી નિર્યાત કર્યું છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર રિફનરીને યુગાંડાના રાષ્ટ્રપતિ યુવેરી મુસેવેની પાસેથી મદદ મળે છે.

મદુરો સરકાર દ્વારા કરવામાં આવેલી સોનાનું વેચાણ વિવાદીત રહ્યું છે. વેનેજુએલાના નાણા આયોગે ફેબ્રુઆરીમાં જણાવ્યું કે 2017ની અંતિમ ત્રિમાસિકથી 1 ફેબ્રુઆરી 2019 વચ્ચે કેંદ્વીય બેંકે યૂઇએ અને તુર્કીની કંપનીને 73.3 ટન સોનું વેચ્યું. સોનાના બજારમાં કિંમત લગભગ 3 અરબ ડોલર હતું. વિશે જ્યારે વ્હાઇટ હાઉસને ખબર પડી તો તેના દ્વારા વેનેજુએલાના સોનાનું વેચાણ રોકવા માટે પ્રતિબંધોની જાહેરાત કરી દેવામાં આવી છે.

વિપક્ષી દળોના આરોપ છે કે પ્રતિબંધો છતાં ઘણા ટન સોનું કેંદ્વીય બેંકમાંથી બહાર કાઢવામાં આવ્યું છે અને તેને છાનામાના નિર્યાત કરવામાં આવ્યું છે. એક સાંસદે કહ્યું કે મદુરો બચેલા ખજાનાનો ઉપયોગ કરી રહ્યા છે અને કેશ માટે દેશનું બધુ વેચવા માટે તૈયાર છે.

(12:00 am IST)