Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

મારૂતિને ટક્કર આપવા ફ્રાંસની ઓટોમોબાઇલ કંપની રેનો દ્વારા ૭ સીટર કાર ટ્રાઇબર ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ

નવી દિલ્હી: ફ્રાંસની ઓટોમોબાઇલ કંપની રેનો (Renault) પોતાની 7 સીટર કાર ટ્રાઇબર (TRIBER) ને ઇન્ડીયન માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. થોડા દિવસો પહેલાં કંપનીએ ગાડીનું ટીઝર જાહેર કર્યું હતું. કંપનીએ ટેસ્ટિંગ પુરૂ થયા બાદ લોન્ચ કરી દેવામાં આવી છે. રેનોની નવી કાર માર્કેટમાં મારૂતિની અર્ટિગાને ટક્કર આપી શકે છે. અત્યાર સુધી એમપીવી કારોમાં મારૂતિ અર્ટિગા (Maruti Ertiga) ને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

ટોપ મોડલમાં રૂફ રેલ્સની સુવિધા

રેનો ટ્રાઇબરને સ્લીક તથા ટોટ લાઇસન્સ સાથે-સાથે તેના નમેલા વિંડ સ્ક્રીન, રિયર વિંડો અને હળવા રૂફ ડ્રોફ દ્વારા તેને વાઇબ્રેટ લુક આપ્યો છે. તેના બંપર પર એલઇડી ડે રનિંગ લાઇટ્સ આપવામાં આવી છે. બંપર પર વી (V) શેપમાં ક્રોમ ગ્રિલ છે જેની વચ્ચે રેનોનો બેજ લાગેલો છે. તેના ટોપ મોડલમાં રૂફ રેલ્સની પણ સુવિધા આપવામાં આવી છે. ઘણા ફીચર્સ ક્વિડ હેચબેક સાથે મેચ થાય છે. તેના બ્લેક પ્લાસ્ટિક વ્હીલ આર્ચ પ્રોટેક્શન અને લોઅર પ્રોટેક્ટિક ડોર પેનલ જેવા અન્ય ફિચર્સ તેને અલગ લુક આપે છે.

લાંબા સફરમાં રહેશે આરામદાયક

ટ્રાઇબરની અંદરના ફીચર્સની વાત કરીએ તો 4 મીટરનું મોટું કેબિન, 625 લીટરનું બૂટ સ્પેસ અને 31 લીટરનું ઇંટીરિયર સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. તેમાં 7 લોકો સરળતાથી બેસી શકે છે. તેમાં 8 ઇંચ ટચસ્ક્રીન મલ્ટીમિડીયા ઇંફોટેનમેંટની સુવિધા આપવામાં આવી છે.

દમદાર એન્જીન

રેનો ટ્રાઇબરમાં 1.0 લીટરના 3 સિલેંડરવાળા પેટ્રોલ એન્જીનથી સજ્જ છે, જે 96એનએમ ટોર્ક સાથે 72 પીએસ પેદા કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન અથવા 5 સ્પીડ EASY-R AMT સાથે જોડી શકાય છે.

સેફ્ટી ફીચર

સેફ્ટી ફીચરનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ડુઅલ એરબેગ્સ, એબીએસ સાથે ઇબીડી, સીટ બેલ્ટ રિમાઇન્ડર, સ્પીડ એલર્ટ અને રિઅર પાર્કિંગ સેંસર આપવામાં આવ્યું છે. થર્ડ રોની સીટ ફોલ્ડેબલ છે.

(12:00 am IST)