Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

દેશમાં દરેક જગ્યાએ ખુલશે પબ્લિક ડેટા ઓફિસ: ઈન્ટરનેટના ઉપયોગ માટે યુઝર્સને મળશે મદદ

પીડીઓના વ્યવસાયિક ઉપયોગને મંજૂરી આપવા તૈયારી

 

નવી દિલ્હી: દેશમાં ઇન્ટરનેટનો વપરાશ વધ્યો છે ત્યારે હવે આવનારા દિવસોમાં PCOની જેમ દેશમાં દરેક જગ્યાએ પબ્લિક ડેટા ઓફિસ ખુલશે.એટલે કે જેમ વર્ષો પહેલા  ફોન કરવા માટે પીસીઓમાં જતા હતા, તેવી રીતે હવે ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે પબ્લિક ડેટા ઓફિસની મદદ લઈ શકો છો.

 ટેલિકોમ વિભાગ ઈન્ટરનેટ સુવિધા અને સેવા વધારવા માટે પીડીઓના વ્યવસાયિક ઉપયોગને મંજૂરી આપવા તૈયારી કરી રહયું છે અને એક અહેવાલ મુજબ સરકાર જુલાઈ સુધીમાં સેવાને મંજૂરી આપી શકે છે.

  એવું માનવામાં આવી રહ્યુ છે કે દેશમાં ઈન્ટરનેટ અને ડેટાનો ઉપયોગ વધારવા માટે સરકાર પ્રોજેક્ટને અમલમાં મુકવા જઈ રહી છે. પ્રોજેક્ટ અમલમાં આવ્યા પછી ડાટાના રેટમાં હજુ ઘટાડો જોવા મળશે. ટેલોકોમ વિભાગ પીસીઓની જગ્યાએ પબ્લિક ડાટા ઓફિસ ખોલવા જઈ રહ્યુ છે. સેન્ટર્સ પર લોકો વાઈ-ફાઈ ડેટા કુપનને વેચી શકશે. પીસીઓની જેમ હવે લોકો દુકાન કે ઘરથી વાઈ-ફાઈ કનેક્શન શેર કરીને પૈસા કમાય શકે છે.

(12:29 am IST)