Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ચીન અને હોંગકોંગ ત્રણ વર્ષમાં નાણાકીય કટોકટીમાં ફસાશે : ભારત - દક્ષિણ કોરિયા સુરક્ષિત રહશે : નોમૂરા

ચીનમાં સ્થાનિક માગમાં ભારે ઘટાડો થશે:હોંગકોંગ પર સૌથી મોટું જોખમ

નવી દિલ્હી :ચીન અને હોંગકોંગ આગામી ત્રણ વર્ષમાં નાણાકીય કટોકટીમાં ફસાઈ શકે છે જયારે એશિયાઈ દેશોમાં ફક્ત ભારત અને દક્ષિણ કોરિયાનાં અર્થતંત્ર સુરક્ષિત રહેશે  બ્લુમબર્ગ દ્વારા નોમુરા સિંગાપોર લિમિટેડના અભ્યાસ પરથી આ અહેવાલ અપાયો છે જેમાં જણાવાયું છે કે વિકસિત દેશોની સરખામણીમાં ઊભરી રહેલા અર્થતંત્ર પર નાણાકીય કટોકટીનું વધુ જોખમ રહેલું છે. સૌથી વધુ કટોકટીનાં વાદળો હોંગકોંગ પર મંડરાયાં છે.
   નોમુરાના રોબ સુબ્બારમેન અને માઇકલ લુના સંશોધન પર જાહેર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે આગામી ત્રણ વર્ષમાં હોંગકોંગ અને ચીનનું અર્થતંત્ર સંકટમાં આવી જશે અથવા તેમની સ્થાનિક માગમાં ભારે ઘટાડો થશે.
  સૌથી મોટું જોખમ હોંગકોંગ પર છે, જ્યાં 1997-87માં એશિયાઇ નાણાકીય કટોકટીથી પણ વધુ સંકટ છે.અભ્યાસમાં એમ પણ જણાવાયું છે કે પરિણામ બતાવે છે કે ક્રેડિટ અને નાણાકીય દબાણમાં ઊભરતા દેશો વધુ નબળા હોય છે.
  નોમુરાએ આ અભ્યાસ આંતરરાષ્ટ્રીય ધોરણોના આધારે દેશોનાં અર્થતંત્રને તપાસ્યા બાદ જ કર્યો છે. એ બાદ એને એશિયાઈ અર્થતંત્ર, ઊભરતા દેશો અને વિકસિત દેશોની શ્રેણીમાં વહેંચાવામાં આવ્યા છે. થાઇલેન્ડ અને ફિલિપિન્સ પણ નાણાકીય કટોકટીના દરવાજા પર આવી ઊભા છે. એશિયાના 14 દેશોમાં માત્ર ભારત અને દક્ષિણ કોરિયા જ એવાં રાષ્ટ્ર છે, જેના પર આર્થિક કટોકટીની ખરાબ સ્થિતિ નથી

(8:45 pm IST)