Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

પનામા પેપર્સઃ દાઉદનો જમણો હાથ મનાતા ઇકબાલ મિર્ચી પરિવારનું નામ સામે આવ્યું: ૧૭ કંપનીઓ કરી નિમાર્ણ

એક સમયે તે મુંબઇ પોલીસની હિટલિસ્ટમાં સામેલ હતો

નવીદિલ્હી, તા.૨૧: પનામા પેપર્સના હાલમાં થયેલા ખુલાસામાં ઇકબાલ મિર્ચીના પરિવારનું નામ સામે આવ્યું છે. ર્મિર્ચીના પરિવારે રિયલ એસ્ટેટનું કામ જોવા અંગે વિદેશમાં કુલ ૧૭ કંપનીઓ બનાવી દસ્તાવેજોમાં કેન્દ્રી પ્રોપર્ટી લિમિટેડ સાથે જોડાયેલી અનેક મહત્વની જાણકારીઓ સામે આવી છે. હાલના ખુલાસામાં જે જાણકારીઓ સામે આવી છે. તેમા અનેક ચીત્રો અસ્પષ્ટ છે. ખરેખર એમ છે કે પરિવારે બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં કંપની નિર્માણ કરી હતી. જયારે તેનો હેતું યુનાઇટેડ કિંગડમમાં પ્રોપર્ટી સાથે જોડાયેલું કામ સંભાળવાનું હતું બીજુ ખાતુ, પાસપોર્ટમાં  તેની પત્ની તેમજ પુત્રોએ પુદને ભારતીય પરંતુ તેઓ રહે છે. સંયુકત અરબ અમીરાતમાં છે.

ઉલ્લેખનીય છે કે મિર્ચી, મોસ્ટ વોન્ટેડ ડોનદાઉદ ઇબ્રાહિતનો જમણો હાથ હતો.એક સમય હતો જયારે તે મુંબઇ પોલીસની હિટલિસ્ટમાં હતોે.૨૦૧૩માં હાર્ટએટકે આવવાથી લંડનમાં મૃત્યું પામ્યા હતા. ત્યારે તેઓ ૬૩ વર્ષનો હતો. સીબીઆઇની રેડ કોર્મર નોટિસબાદ તેને સ્ટોડલેન્ડ યાર્ડ ધરપકડ પણ કરી હતી. વર્ષ ૨૦૧૦ માં ઇકબાલ તેના બે પુત્રો-જુનૈદ ઇકબાલ મેમણ તેમજ આસિફ ઇકબાલ મેમણે મળીને આ કંપનીની શરૂઆત કરી હતી.

(4:12 pm IST)