News of Thursday, 21st June 2018

કાશ્મીરના ત્રાસવાદી નો મુકાબલો કરવા લેવાશે મોસાદની મદદ

નરેન્દ્ર મોદી માને છે કે આંતકવાદ સામે લડવા માટે આજે જગતભરમાં જો કોઇ શ્રેષ્ઠ રીતે સક્ષમ હોય તો એઈઝરાયલની જાસુસી સંસ્થા છે

નવી દિલ્હી તા ૨૧ :  જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતી શાસન આવી ગયા પછી હવે કેન્દ્ર સરકાર કાશ્મીરના આંતકવાદીઓનો મુકાબલો કરવા બધી બાજુથી સક્ષમ થઇ રહી છે. તો આ સક્ષ્મતામાં નવો ઉમેરો અ. થયો છે કે ભારત સરકાર કાશ્મીરના આંતકવાદીઓ માટે હવે ઇઝરાયલનો સતાવાર સપોર્ટ લેશે અનેઇઝરાયલની મોસાદ નામની વર્લ્ડની શ્ર(ષ્ઠ પૈકીની એક જાસુસી સંસ્થા હેલ્પ કરશે. આરબ દેશોથી ઘેરાયેલું ઇઝરાયલ લગભગ વેલ્લા પચાસ વર્ષથી આ૦તકવાદનો સામનો કરે છે. આંતકવાદ સામે લડવા માટે ઇઝરાયલમાં મોસાદ એજન્સીની સ્થાપના કરવામાં આવી એ પછી આંતકવાદ હવે ત્યાં ઓલમોસ્ટ સુસુપ્ત આવસ્થામાં આવી ગયો છે. ઇઝરાયલે ઇફેકટીવ રીતે જે પ્રકારે આંતકવાદનો સામનો કર્યો છે એ જ મોડલ કાશ્મીરમાં લાગુ કરવાના હેતુથી કેન્દ્ર સરકાર હવે ઇઝરાયલનો સપોર્ટ લેવા માટેતૈયાર થયું છે.

આંતકવાદીઓ કોઇ હિસાબે માથુંન ઉચકી શકે એ માટે મોસાદે ઇઝરાયલના અનેક નિયમો અત્યંત કડક કરી નાખ્યા છે. કડક નિયમોની આ જે પેટર્ન છે એ જ પેટર્ન કાશ્મીરમાં પણ લાગુ કરવામાં આવશે. ઈઝરાયલમાં ડોમેસ્ટિક કે ઇન્જ્ઞરનેશનલ ટ્રવેલિંગ કરનારા પતેસેન્જરનું ચેકિંગ અડધો કલાક જેટલું લાંબુ ચાલે છે. કાશ્મીરમાં પણ એ જ  સિસ્ટમ અમલમાં મુકવામાં આવશે. અને કાશ્મીરમાં દાખલ થનારા કે બહાર નીકળનારનું કડકમાં કડક ચેકિંગ કરવાથી માંડીને શંકમંદની અચોક્કસ મુદત માટે અટકાયત કરવા જેવા નિયમોની સાથે એવો પણ નિયમ આવી શકે છે. જેમાં કાશ્મીરીએ આધારભુત આઇડેેન્ટિટી કાર્ડ વિના ઘરની બહાર નીકળવું નહીં

કાશ્મીરમાં હેલ્પ કરવા માટે ઇઝરાયલ ઓલરેડી છેલ્લાએક વર્ષથી તૈયાર હતું પણગઠબંધનને કારણે આ સહાય લઇ શકાતી નહોતી જે હવે અમલમાં મુકાશે.

(3:50 pm IST)
  • રાજસ્થાનનાં કોટામાં બાબા રામદેવે ૨.૫ લાખ લોકો સાથે યોગ કર્યાં. યોગગુરૂ બાબા રામદેવે રાજસ્થાનના કોટામાં યોગનો વલ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એક સાથે અઢી લાખ જેટલા લોકોએ યોગ કરીને આ વલ્ડ રેકોર્ડ સર્જયો છે. યોગગુરુ સાથે રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે પણ યોગના વિવિધ આસન કરતા જોવા મળ્યા હતા. access_time 1:55 pm IST

  • જી.એસ. મલ્લિક-હસમુખ પટેલ-નિરજા ગોટરૂ અને જે.કે. ભટ્ટને એડીશ્નલ ડી.જી. તરીકે બઢતીઃ જો કે મૂળ જગ્યાએ જ ચાલુ રખાયાઃ નિપૂર્ણા તોરવણે-અનારવાલા અને ડી.બી. વાઘેલાને ડીઆઈજીમાંથી આઈજી પદે મૂળ જગ્યાએ જ બઢતી આપતુ ગૃહ મંત્રાલયઃ સિનીયર કક્ષાના એસપી મનિન્દર પવાર (એસ.પી.-ખેડા), એટીએસના હિમાંશુ શુકલ-સીબીઆઈના રાઘવેન્દ્ર વત્સ, દાહોદના એસપી પ્રેમવીરસિંઘ, કચ્છ પશ્ચિમના એમ.એસ. ભરાડા તથા રાજકોટમાં ડીસીપી તરીકે ફરજ બજાવી ગયેલા હિતેન્દ્ર ચૌધરીને ડીઆઈજીનો સિલેકશન ગ્રેડ અપાયો access_time 12:53 pm IST

  • ઈંગ્લેન્ડે આપ્યો ભારતને મોટો ઝટકો:ઉદાર વિઝા નીતિની નવી યાદીમાંથી ભારતનું નામ બાકાત:લિસ્ટમાં :ચીનનું નામ સામેલ: વિદેશ મામલાના જાણકારો આ મુદ્દે ભારતની તુલનાએ ચીનની રણનીતિક જીત માની રહ્યાં છે.:ગેરકાયદેસર પ્રવાસી ભારતીયોનો વણઉકેલાયો મામલો પણ કારણભૂત મનાય છે access_time 12:33 am IST