Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

દેશમાં છેલ્લા 15 વર્ષમાં આત્મહત્યાના નાવોમાં 23 ટકાનો ચિંતાજનક વધારો

દેશનું ભવિષ્ય મનાતા યુવાનોમાં આપઘાતનો દર સૌથી ઊંચો

નવી દિલ્હી :દેશમાં છેલ્લા 15 વર્ષમાં આત્મહત્યાના બનાવોમાં 23 ટકાનો ચિંતાજનક વધારો થયો છે 2018ની  નેશનલ હેલ્થ પ્રોફાઈલ દ્વારા રજુ થયેલા આંકડા અનુસાર વર્ષ 2000-2015 સુધીમાં આત્મહત્યાના બનાવોમાં 23 ટકાનો વધારો નોંધાયેલો દર્શાવાયો છે.

  આ રિપોર્ટ મુજબ આત્મહત્યા કરવાવાળા વ્યક્તિઓમાં દેશનું ભવિષ્ય મનાતા યુવાઓની સંખ્યા વધુ છે ,જેમાં 18-30વર્ષની વયના યંગસ્ટરનો સમાવેશ થાય છે.રિપોર્ટના આંકડા મુજબ વર્ષ 2000માં 1,08,593 આત્મહત્યાથી મૃત્યપામનાર લોકો હતા જયારે એ આંક 2015માં વધીને 1,33,623 થયો જોવા મળ્યો છે જેના આધારે એમ કહી શકાય કે એ મૃત્યુ આંકમાં 30-40 વર્ષની વય ધરાવતા લોકોમાં 33% અને 18-30 વર્ષની વાય ધરાવતા લોકોમાં 32.81%નો એટલે કે 2015માં સરવાળે 66% આપઘાતનો દર વધ્યો જોવા મળ્યો છે.

  આપઘાત કરવામાં માત્ર યુવાઓ કે પીઢ વ્યક્તિ જ નહિ પરંતુ બાળકો પણ પાછળ નથી રહ્યા. 14-18 વર્ષના તરુણોમાં એ રેશિયો 1%-6% સુધીનો નોંધાયો છે 2015ના વર્ષ દરમિયાન તો આ બાબતે 45-60 વર્ષના પીઢ લોકો જેને જીવન આખું નિભાવ્યું છે અને અનુભવી હોવા છતા પરિસ્થિને સમજવાની જગ્યાએ આત્મહત્યા જેવું કપરું પગલું ભરવા તૈયાર થાય છે. એ આંકલાની વાત કરીએ તો વર્ષ 2015માં તેનો રેશિયો 7.77% જેટલો નોંધાયો છે.

     આ રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે આત્મહત્યા કરવામાં પુરિષોની સંખ્યા સ્ત્રીઓ કરતા વધુ નોંધાઈ છે. પણ એ વાત 2005 અને 2010ની વાત છે ત્યારે આ બાબતે સ્ત્રીઓની સંખ્યામાં 2000-2015 સુધીમાં અનુક્રમે વધારો નોંધાયો છે. સામાન્ય રીતે જોઈએ તો ભારતીયોનું સરેરાશ આયુષ જોઈએ તો 68.35 વર્ષનું છે. ત્યારે એક વાર મળેલો મનુષ્ય આવતાર આમ આપઘાત કરી કેમ ટૂંકાવી નાખે છે લોકો એ એક ગુંચવણભર્યો પ્રશ્ન છે.

 

(2:38 pm IST)