Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

વિશ્વના તમામ દેશો યોગના લીધે ભારતની સાથે જોડાયા

યોગદિવસના પ્રસંગે મોદીનું દહેરાદુનમાં સંબોધન : યોગ સારા આરોગ્ય અને ખુશહાલી માટે દુનિયાના સૌથી મોટા જન આંદોલન રૂપે છે : મોદીની દહેરાદુનમાં ઘોષણા

દહેરાદુન,તા. ૨૧ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ખુબસુરત દહેરાદુનમાં ૫૧૦૦૦થી પણ વધુ લોકો સાથે યોગ સાધના કરી હતી. યોગીએ કહ્યુ હતુ કે યોગ સારા આરોગ્ય અને ખુશાલી માટે દુનિયાના સૌથી મોટા જન આંદોલન તરીકે છે. મોદીએ કહ્યુ હતુ કે આજે દહેરાદુનથી લઇને ડબલિંગ અને શંઘાઇથી લઇને શિકાગો સુધી ચારેબાજુ યોગ જ યોગ છે. યોગ દુનિયાને સારી રીતે જોડે છે. યોગ સાધના શરૂ કરતા પહેલા મોદીએ સંબોધન કરીને યોગના મહત્વ અને તેના ફાયદા અંગે વાત કરી હતી. સાથે સાથે વધુને વધુ લોકોને યોગ સાધનામાં સામેલ થવા અપીલ પણ કરી હતી. મોદીએ કહ્યું હતું કે, સ્વસ્થ મન બાદ જીવવાની કલા યોગથી જ શીખવા મળે છે. યોગ સતત દુનિયાને જોડવા માટે કામ કરે છે. ચાર વર્ષના ગાળામાં જ યોગ શિખવનાર લોકોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. આ તમામ લોકો યોગના જુદા જુદા કાર્યક્રમમાં સુધારા કરી રહ્યા છે. વધુને વધુ લોકો યોગને જીવનના હિસ્સા તરીકે બનાવવા મોદીએ અપીલ કરી હતી. યોગના કારણે દુનિયાના તમામ દેશો ભારત સાથે જોડાઈ રહ્યા છે.  છેલ્લા ચાર વર્ષના ગાળામાં ખુબ મોટી સંખ્યામાં યોગ ફીચર્સની માંગ વધી છે. વિશ્વમાં યુવાઓ માટે એક નવા જોબ માર્કેટની રચના થઇ છે.  વરસાદગ્રસ્ત માહોલ હોવા છતાં તમામ લોકો મેદાનમાં રહ્યા હતા. જેના કારણે વડાપ્રધાન ખુબ પ્રભાવિત થયા હતા. મોદીએ ગયા વર્ષે એવોર્ડની જાહેરાત પણ કરી હતી.એક એવોર્ડ આંતરરાષ્ટ્રીય સ્તર પર યોગ માટે શ્રેષ્ઠ કામગીરી કરનારને અને અન્ય એક એવોર્ડ દેશના સ્તર પર યોગ માટે શ્રેષ્ઠ કામગીરી અદા કરનાર વ્યક્તિને આપવાની મોદીએ ગયા વર્ષે જાહેરાત કરી હતી.    યોગ સાથે જોડાયેલા તમામ લોકોનો મોદીએ આભાર માન્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ભારતના પ્રયાસોના કારણે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યોગ દિવસને માન્યતા આપવામાં આવી હતી. આના માટે ૨૧મી જુનની પસંદગી કરવામાં આવી કારણ કે તે દુનિયાના મોટા ભાગના હિસ્સામાં સૌથી લાંબા દિવસ તરીકે રહે છે. મોદીએ યોગને પણ દરરોજના જીવના એક હિંસ્સા તરીકે બનાવી લેવા મોદીએ અપીલ કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર  દ્વારા  જાહેર કરવામાં આવેલા તમામ દિવસોમાં યોગ દિવસ જ જન આંદોલન તરીકે છે. યોગ મૃત્યુ બાદ શુ મળશે તેના માટેનો રસ્તો બતાવનાર નથી જેથી તે ધાર્મિક કર્મકાંડ નથી. આ પરલોક વિજ્ઞાન નથી. એક પણ પૈસા ખર્ચ કર્યા વગર આના કારણે હેલ્થ વીમા મળી જાય છે. યોગ નાસ્તિક અને આસ્તિક બન્ને માટે છે. મોદીએ કહ્યુ હતુ કે લોકો તેમને યોગ અંગે પુછે છે ત્યારે તેઓ સરળ ભાષામાં એ બાબત સમજી દેવાના પ્રયાસ કરે છે જે જે રીતે ભોજનમાં મીઠુ ઉપયોગી હોય છે તે જ રીતે યોગ પણ જીવનમાં ઉપયોગી છે. જે રીતે મીઠુ ન હોય તો ભોજનની મજા આવતી નથી તે જ રીતે યોગ પણ છે. આને લાઇફના એક હિસ્સા તરીકે અપનાવવા માટે મોદીએ તમામ લોકોને અપીલ કરી હતી. શરીર, આત્માને જોડવાનુ કામ યોગે કર્યુ છે.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું

*   દુનિયાના તમામ દેશો ભારત સાથે જોડાઈ રહ્યા છે

*   યોગ સારા આરોગ્ય અને ખુશાલી માટે એક સારા આદોંલન તરીકે બની ગયુ છે

*   દહેરાદુનથી લઇને ડબલિંગ અને શંઘાઇથી લઇને શિકાગો સુધી તમામ જગ્યાએ યોગ કાર્યક્રમ થઇ રહ્યા છે

*   યુવાઓ માટે જોબ માર્કેટની રચના થઇ છે

*   જોબને લઇને પણ લોકો આગળ આવી રહ્યા છે

*   શરીર, આત્માને જોડનાર યોગે દુનિયાને પણ જોડવાનું મહત્વનું કામ કર્યું છે

*   ભોજનમાં જે રીતે મીઠુ ઉપયોગી છે તેવી જ રીતે જીવનમાં યોગ મહત્વપૂર્ણ છેટ્ઠ

(2:01 pm IST)