Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

પાકિસ્તાનની લોખંડી મહિલા પીએમઃ બેનઝીરભુટ્ટો

પિતાને ફાંસી અપાયા પછી ૫ વર્ષ જેલમાં રહેશેઃ ૩ વર્ષ વિદેશમાં રહયાફ પ્રંચડ વિજય મેળવ્યો

 બેનઝીર ભુટ્ટોનો જન્મ ર૧ જૂન ૧૯પ૩માં જમીનદાર પરિવારમાં થયો હતો.   પિતા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની રાજકીય ડોર સંભાળતાં પાકિસ્તાનની ઉથલ પાથલ ભરી રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો તથા ૧૯૮૮માં પહેલીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા હતા.

અમેરિકા અને ઈંગ્લેન્ડમાં અભ્યાસ કર્યા  બાદ બેનઝીર ભુટ્ટો ૧૯૭૭માં પાકિસ્તાન પોતાના વતન પહોંચ્યા પરંતુ વતન વાપસી પછી થોડાક દિવસો બાદ દુર્ભાગ્યવશ તેમના પિતા અને તે સમયના પ્રધાનમંત્રી ઝુલ્ફીકાર ભુટ્ટોની સરકાર પડી ગઈ. ૧૯૭૭ના સમયે એક ઘણી જ દયનીય ઘટના ઘટી. જ્યારે તેમના પિતા ચૂંટણી જીતીને સત્તામાં આવ્યા  પરંતુ તેમની પર એક કલંક લાગ્યું. તેઓએ ચૂંટણીમાં ગરબડી કરી છે. તેમના પિતાનો  વિરોધ થવા લાગ્યો અને આનો ફાયદો તે સમયના સેના પ્રમુખ જનરલ ઝિયાઉલ હકે ઉઠાવ્યો અને ઝુલ્ફીકાર અલીભુટ્ટો બંદી બનાવીને નજર કેદ કરી દીધા. અને

 ઝુલ્ફીકાર પર પોતાના સહયોગીઓની હત્યાનો આરોપ લાગ્યો અને ૪ એપ્રિલ૧૯૭૯ એ તેમના પિતાને ફાંસી આપી દેવામાં આવી અને પાકિસ્તાન સૈનિક સરકારે બેનઝીરને પણ હિરાસતમાં લઈ લીધા. તેઓ  ૧૯૭૯ થી૧૯૮૪ સુધી કેદ રહ્યા. ૧૯૮૪માં  બેનઝીર છૂટી ગયા અને તેમને વિદેશી વિઝા મળીગયા અને તે લંડન જઈને રહેવા લાગ્યા.

 ૧૯૮પમાં બેનઝીરના ભાઈનુંં મૃત્યુ થયું અને પોતાના ભાઈની અંતિમ ક્રિયા માટે બેનઝીર પાકિસ્તાન આવ્યા  જ્યાં એકવાર ફરી સૈનિક સરકારના વિરોધમાં ચાલી રહેલ પ્રદર્શનના નેતૃત્વના આરોપમાં તેમની ધરપકડ થઈ  પરંતુ જલદી તેમને છોડી મૂકવામાં આવ્યા. આના પછી ત્યાં   ચૂંટણીઓની ઘોષણા કરવામાં આવી.

૧૯૮૮માં બેનઝીર ભારે  મતોથી ચૂંટણી જીતીને આવ્યા અને પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા. તે કોઈ ઈસ્લામી દેશના પ્રથમ   મહિલા  વડાપ્રધાન હતા.

બે વરસ પછી ૧૯૯૦માં તેમની સરકારને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ગુલામ ઈશાકખાને બરખાસ્ત   કરી દીધી. ૧૯૯૩માં ફરીથી આમ ચૂંટણી થઈ અને તે ફરી વિજયી થયા. ૧૯૯૬માં ફરીથી ભ્રષ્ટાચારના આરોપમાં તેઓને બરખાસ્ત   કરવામાં આવ્યા. પહેલીવાર પ્રધાનમંત્રી નિર્વાચિત  હોવાને સમયે બેનઝીર લોકપ્રિયતાનાશિખર પર હતા. તેમનીખ્યાતિ વિશ્વ સ્તર પર છવાઇ ગયેલ પરંતુ  પાકિસ્તાનનો એક મોટો વર્ગતેઓને ભ્રષ્ટાચાર અને કુશાસનના પ્રતીક રૂપે જોવા લાગ્યો. ભ્રષ્ટાચારના આરોપબાદ  તે  દુબઈમાં જઈને રહેવા લાગ્યા. તેમની અનુપસ્થિતિમાં પાકિસ્તાનની સૈનિક સરકારે તેમના પર લાગેલા ભ્રષ્ટાચારના વિભિન્ન આરોપોની તપાસ કરી અને તેઓને નિર્દોષ જાહેર કર્યા.

૧૮ ઓક્ટોબર ર૦૦૭માં પાકિસ્તાન પાછા ફર્યા, તે દિવસે એક રેલી દરમ્યાન કરાચીમાં તેમના પરબે આત્મઘાતી હુમલા થયા.  જેમાં લગભગ ૧૪૦ લોકો માર્યા ગયા પરંતુ બેનઝીર બચી ગયા હતા. આના થોડાક દિવસો પછી ર૭ ડિસેમ્બર ર૦૦૭એ એક ચૂંટણી રેલી પછી તેમની હત્યા કરી દેવામાંઆવી, તેમની હત્યા ત્યારે થઈજ્યારે તે રેલી ખતમ થયા પછી બહાર જતા સમયે પોતાની કારની સનરૂફથી બહાર નિકળી સમર્થકોને વિદાય આપી રહ્યા હતા. તેમના મૃત્યુથી પાકિસ્તાનમાં લોકતંત્રની બહાલી પર પ્રશ્નચિન્હ લાગી ગયું છે.

 પૂરૃં નામ : બેનઝીર ભુટ્ટો

જન્મ : ર૧ જૂન ૧૯પ૩ (પાકિસ્તાન)

પિતા : ઝુલ્ફીકાર ભુટ્ટો

કાર્યક્ષેત્ર : પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રતિનિધિ તથા મુસ્લિમ દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી

મૃત્યુ : ર૭ ડિસેમ્બર ર૦૦૭ (પાકિસ્તાન) 

(1:04 pm IST)