Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

કર્ણાટકના CMને મોદીએ આપેલી ચેલેન્જ ૮૫ વર્ષના દેવગૌડાએ યોગ કરી પૂર્ણ કરી

બેંગ્લોર તા. ૨૧ : યોગ દિવસે આખી દુનિયામાં યોગ કરીને તેની ઉજવણી કરાઈ રહી છે ત્યારે ખુદ વડાપ્રધાન મોદીએ દેહરાદુનમાં યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી. થોડા સમય અગાઉ વડાપ્રધાન મોદીએ ક્રિકેટ વિરાટ કોહલીની ચેલેન્જ સ્વીકારીને સોશિયલ મીડિયા પર એક ફીટનેસ વીડિયો શેર કર્યો હતો અને તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને ફિટનેસ ચેલેન્જ આપી હતી. જોકે, કુમારસ્વામીએ એવું કહીને પીછો છોડાવ્યો હતતો કે તેમને રાજયના સ્વાસ્થ્ય વિશે વધારે માલુમ છે પણ તેમના પિતા એચડી દેવગૌડાએ મોદીની ચેલેન્જ સ્વીકારીને જવાબ આપ્યો છે.

(1:08 pm IST)