Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

૨૦૧૯ લોકસભા ચૂંટણી પર ચેતન ભગતે કરાવ્યો સર્વે : ચોંકાવનારા તારણો

ચૂંટણીમાં ભાજપના મતમાં થઇ શકે છે ઘટાડો

નવી દિલ્હી તા. ૨૧ : લેખક ચેતન ભગતે આગામી લોકસભા ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર એક સર્વે (poll) કર્યો હતો. સર્વેમાં પૂછવામાં આવ્યું હતું કે શું તમે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તમારો મત બીજા પક્ષને આપવાનો પ્લાન કરી રહ્યા છો? આ સવાલ પર અત્યાર સુધીમાં કુલ ૫૧ હજારથી વધુ લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. જેમાંથી ૬૬ ટકા લોકોનું માનવું છે કે તેઓ ગત વર્ષની ગઠબંધનની ભાજપ સરકારને મત આપશે. જયારે ૧૮ ટકા લોકોનું માનવું છે કે તેઓ ભાજપને મત નહીં આપે.

આ સર્વે મુજબ ભાજપની વોટ બેંકમાં ૧૮ ટકા ઘટાડો આવી શકે છે જોકે ૭ ટકા લોકો ભાજપને મત આપવાની વાત કરી છે, જેઓ ગત ચૂંટણીમાં નોન BJP વોટર હતા. આ ઉપરાંત ૯ ટકા વોટર જે નોન BJP વોટર છે તેમણે કહ્યું કે પહેલાની જેમ તેઓ ભાજપને મત નહીં આપે. ચેતન ભગતે લખ્યું કે, 'સોશિયલ મીડિયા પર આજે પણ BJP મજબૂત પાર્ટી બનેલી છે. જોકે વિપક્ષી દળની એકતાથી તેમને ૨૦૧૯માં થોડું નુકસાન થઈ શકે છે.'

ચેતન ભગતે કુલ ત્રણ સર્વે કર્યા છે. બીજા સર્વેમાં પૂછવામાં આવ્યું કે મોદી સરકારના કયા મુદ્દા તમને વધારે પ્રભાવિત કર્યા છે? જેના જવાબમાં ૩૧ ટકા લોકોએ કહ્યું કે તેમને મોદી સરકારની સારી નીતિઓએ પ્રભાવિત કર્યા છે, જયારે ૨૯ ટકા લોકોનો મત મોદી સરકારની કોઈ નીતિએ પ્રભાવિત કર્યા નથી. ૨૭ ટકા લોકોનું માનવું છે કે મોદી સરકારમાં કરપ્શનનો દર ઘટ્યો છે જેનાથી તેઓ પ્રભાવિત છે. ૧૩ ટકા લોકોનું માનવું છે કે મોદી રાજમાં ભારત સુરક્ષિત છે. જેમાં કુલ ૧૮ હજાર લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે.

ત્રીજા સર્વેમાં પુછવામાં આવ્યું કે મોદી સરકારની કઈ બાબતથી નિરાશ છો? આ સર્વેમાં ૧૩ હજારથી વધુ લોકોએ અભિપ્રાય આપ્યો હતો. જેમાં ૫૦ ટકા લોકોનું માનવું છે કે મોદી સરકારના કામકાજથી તેમને નિરાશા કે અસંતોષ નથી. જયારે ૨૬ ટકા લોકોને કામકાજથી નિરાશા છે. ૧૫ ટકા લોકોનું માનવું છે કે મોદી સરકારની નીતિઓ ખરાબ છે અને તેનાથી તેમને અસંતોષ છે. ૯ ટકા લોકોનું કહેવું છે કે મોદી સરકાર દબંગ જેવો વ્યવહાર કરે છે.

(11:09 am IST)