Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ડાન્સિંગ અંકલ બાદ ડાન્સિંગ આંટીઃ હની સિંહના ગીત પર લગાવ્યા ઠુમકા

મુંબઇ તા. ૨૧ : જો તમને પાર્ટીમાં ડાંસ કરવાનો શોખ હોય તો તમે યો યો હની સિંહના ગીતો પર જરૂર નાચ્યા હશો. પરંતુ આ ગીતો માત્ર ડિસ્કોની સાથે સાથે હવે ભારતીય લગ્નોમાં પણ વાગવા લાગ્યા છે. લોકો તેના પર જોરદાર ડાન્સ પણ કરે છે. આજકાલ લોકોના ડાન્સના વીડિયો વાયરલ થતા વાર નથી લાગતી. ભોપાલના ડાન્સિંગ અંકલ પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવ બાદ હવે એક આંટીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આંટી એટલો જબરદસ્ત ડાન્સ કરે છે કે ભલભલાની બોલતી બંધ થઈ જાય. આ વીડિયો ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં મહિલા અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હાના પાર્ટી નંબર 'પાર્ટી ઓલ નાઈટ' પર ડાન્સ કરતી જોવા મળે છે. આ ગીતને યો યો હની સિંહે ગાયું છે.

મહિલાએ સાડી પહેરીને એવા જોરદાર ઠુમકા લગાવ્યા કે ત્યાં હાજર લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. સાડી પહેરીને ડાન્સ કરી રહેલી આ મહિલાએ પોતાના એનર્જેટિક ડાન્સથી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા.(૨૧.૭)

(3:04 pm IST)