Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધને પગલે ઓનલાઇન શોપિંગ કરવું મોંઘુ:પેકિંગની પડતરમાં 75 ટકાનો વધારો

 

મહારાષ્ટ્ર સરકારે પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેતા હવે ઓન લાઈન શોપિંગ મોંઘુ થયું છે પેકિંગની પડતર કિંમતમાં 75 ટકાનો વધારો થયો છે જેથી ઓનલાઈન શોપિંગ થકી ચીજ વસ્તુઓની ડીલિવરીમાં કંપનીઓએ પૂંઠાના પેંકિંગ કરવાની નોબત આવી છે. જેને પગલે એક બાજુ ડિલિવરી બોયના વજનમાં વધારો થયો છે તો બીજી બાજુ ઉપભોક્તાની ગજવા પર બોજ પડી રહયો છે 

  મહારાષ્ટ્રમાં ઓનલાઈન ઓર્ડરની ડીલિવરી માટે જે પેકિંગ ખર્ચમાં વધારો થાય છે તે કંપની ગ્રાહકો પાસેથી વસૂલશે. જેથી ગ્રાહકોને હવે વધારે કિંમત આપવી પડશે. કંપનીને એક બોક્સ માટે કંપનીઓએ 8થી 13 રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. જે સરવાળે મોંઘું સાબિત થઈ રહ્યું છે. જો કે કંપની પ્લાસ્ટિકના અન્ય વિકલ્પો વિશે વિચાર કરી રહી છે હાલ પૂંઠાના બોક્સના પેકિંગમાં 70 ટકા વધુ ખર્ચ કંપનીઓએ કરવો પડી રહ્યો છે. મોટાભાગની -કોમર્સ કંપનીઓ સામાનની ડિલીવરી કરવા માટે પ્લાસ્ટિક પેકિંગ મટિરિયલ્સનો ઉપયોગ કરે છે.

(12:00 am IST)