Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

યુપી સરકારે પતંજલિના 6000 કરોડના મેગા ફૂડ પાર્કને મંજૂરી આપી દીધી

-હરિદ્વાર સ્થિત કંપનીને 30 જૂનની સમયમર્યાદામાં જમીનના હસ્તાંતરણ સંબંધી તમામ નિયમો અને શરતોને પૂર્ણ કરવાની પરવાનગી

ઉત્તર પ્રદેશ સરકારે પતંજલિ આયુર્વેદ પ્રાઇવેટ લિમિટેડના મેગા ફૂડ પાર્કને મંજૂર આપી દીધી છે.સરકારે પતંજલિની સહાયક કંપનીના 6000 કરોડના ફૂડ પાર્ક માટે ગ્રેટર નોઇડામાં જમીનના હસ્તાંતરણસંબંધમાં તમામ નિયમો અને શરતો પૂરાં કરવાની પરવાનગી આપી દીધી છે.

ઉત્તર પ્રદેશ સરકારના આ નિર્ણય પછી હરિદ્વાર સ્થિત કંપનીને 30 જૂનની સમયમર્યાદાની અંદર જમીનના હસ્તાંતરણસંબંધી તમામ નિયમો અને શરતોને પૂર્ણ કરવાની પરવાનગી આપી છે જેથી ફૂડ પાર્કની સ્થાપના માટે અંતિમ મંજૂરી મળી શકે.

   કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પતંજલિને એની સહાયક કંપનીને પોતાની જમીન ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવાનો નિર્ણય મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં પ્રધાનમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પતજંલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર અને પતંજંલિ યોગપીઠના સહ-સ્થાપક આચાર્ય બાલકૃષ્ણને કહ્યું હતું કે રાજ્ય સરકારનું નિરાશાજનક વલણ અમે જોઈ રહ્યા છીએ, એટલે પ્રસ્તાવિત ફૂડ પાર્કને ઉત્તરપ્રદેશમાં શિફ્ટ કરી રહ્યા છીએ.

(8:50 am IST)