Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

નવ દિવસના ધરણા બાદ કેજરીવાલની તબિયત વધારે લથડી :પ્રાકૃતિક ચિકિત્સા લેવા બેંગ્લુરુ જશે

શુગરનું લેવલ વધી ગયું અને ઇંસ્યુલીન લેવા છતા પણ તેની કોઇ જ અસર થઇ નહોતી.

 

નવી દિલ્હી;દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવ દિવસ ધરણા કરતા તેઓની તબિયત વધુ બગડી છે અને હવે દસ દિવસની પ્રાકૃતિક ચિકિત્સા માટે બેંગ્લુરૂ જવા રવાના થશે  મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ મુજબ ઉપરાજ્યપાલના કાર્યકાળ પર નવ દિવસનાં ધરણા બાદ કેજરીવાલની તબિયત વધારે બગડી છે. પ્રદર્શન દરમિયાન તેમનાં શુગરનું સ્તર વધી ગયું હતું કે ઇંસ્યુલીન લેવા છતા પણ તેની કોઇ અસર થઇ નહોતી.

  અધિકારીઓએ જણાવ્યું કે, શુગરનાં સ્તર પર નિયંત્રણ માટે અરવિંદ કેજરીવાલનાં દસ દિવસ માટે ગુરૂવારે બેંગ્લુરૂ રવાના થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ઉધરસની સમસ્યા માટે પહેલા પણ બેંગ્લુરૂમાં પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા ઉપચાર કરાવી ચુક્યા છે.

 ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ માહિતી આપી કે શુગર લેવલનાં કારણે કેજરીવાલને સમસ્યા થઇ રહી છે. જો કે કેજરીવાલના બેંગ્લુરૂ જવાથી આઇએએસ અધિકારીઓ સાથે તેમની બેઠકોમાં વિલંબ થઇ શકે છે

(12:00 am IST)