Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ઇન્‍ડિયન અમેરિકન શ્રી રિચાર્ડ વર્મા પેલડીન સ્‍ટ્રેટેજીક એડવાઇઝરી ગૃપમાં જોડાશેઃ ભારત ખાતે અમેરિકાના એમ્‍બેસેડર તરીકે યશસ્‍વી ફરજ બજાવી હતી

વોશીંગ્‍ટનઃ ભારત ખાતેના અમેરિકાના પૂર્વ એમ્‍બેસેડર ઇન્‍ડિયન અમેરિકન શ્રી રિચાર્ડ વર્મા પેલડિન સ્‍ટ્રેટેજીક એડવાઇઝરી ગૃપમાં જોડાશે તેવું ૧૩ જુનના રોજ પેલડિન કેપિટલ ગૃપએ જાહેર કર્યુ છે.

શ્રી વર્મા હાલમાં એશિઆ ગૃપના વાઇસ ચેર છે. તેઓને ૨૦૧૪ની સાલમાં અમેરિકાના તત્‍કાલિન પ્રેસિડન્‍ટ બરાક ઓમાબાએ ભારતના એમ્‍બેસેડર તરીકે નિમણુંક આપી હતી. જેને સેનેટએ સર્વાનુમતે બહાલી આપી હતી. તેઓ ભારત તથા યુ.એસ. વચ્‍ચેના સંબંધો વધુ ગાઢ બનાવવામાં નિમિત બન્‍યા હતા.

(9:25 pm IST)