Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

રાજસ્થાને ચેન્નાઈને 5 વિકેટથી હરાવ્યું: હવે ગુજરાત વિરુદ્ધ પ્રથમ ક્વોલીફાયરમાં ટકરાશે

રાજસ્થાને છેલ્લી ઓવરમાં યશસ્વી જયસ્વાલ ની અડધી સદી અને રવિચંદ્રન અશ્વિનની મેચ-વિનિંગ કાઉન્ટર-એટેકિંગ ઇનિંગ્સના આધારે જીત મેળવી

IPL 2022 માં જે રીતે ચેન્નાઈ સુપર કિંગ્સ ની સફર શરૂ થઈ હતી, તે જ રીતે તેનો અંત પણ આવ્યો. ત્રણ વર્ષમાં બીજી વખત ખરાબ સિઝનનો સામનો કરી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2022 ની છેલ્લી મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. બ્રેબોર્ન સ્ટેડિયમમાં આયોજિત IPL 2022ની 68મી મેચમાં રાજસ્થાને ચેન્નાઈને 5 વિકેટથી હરાવ્યું અને આ સાથે સંજુ સેમસન (Sanju Samson) ની ટીમે પ્લેઓફમાં પોતાનું બીજું સ્થાન મેળવ્યું. મોઈન અલીની ધમાકેદાર ઈનિંગ્સ છતાં, ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા માત્ર 150 રન જ બનાવ્યા હતા, જે રાજસ્થાને છેલ્લી ઓવરમાં યશસ્વી જયસ્વાલ ની અડધી સદી અને રવિચંદ્રન અશ્વિનની મેચ-વિનિંગ કાઉન્ટર-એટેકિંગ ઇનિંગ્સના આધારે મેળવી હતી.

 

(12:00 am IST)